Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 536
________________ શ્રી મુનિસ એલનના ૧૧ નિર્ણ. સંવત ૧૯૯૦ ફાગણ વદિ ૩ રવિવાર તા.૪ માર્ચ ૧૯૩૪ ના દિવસે શ્રી અમદાવાદ મુકામે નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ આદિકના પ્રયાસથી સાધુ સંરથાના સુધારા અ ૪૫૦ સાધુઓનું સંમેલન થયેલું. તેમાં ઘણી વાટાધાટે ૧૧ મુદા ચર્ચાયા. તે છેવટ ત્રીશ અને થારના મંડળે નવ વયેવૃદ્ધને નિર્ણય લાવવા એંપ્યા. તેને તેઓએ શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખી દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને વિચારી આપેલ નિર્ણય નીચે પ્રમાણે, ૧ દીક્ષા–૧–આઠથી સોળ વર્ષ સુધી માતા-પિતાની અથવા જે સમયે જે વાલી હોય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહી, કારણ કે ત્યાં સુધી “શિષ્યનિષ્ફટિકા” લાગે છે. આઠ વર્ષથી સેળ વર્ષવાળાની તીક્ષામાં દિક્ષા લેનારનાં માબાપ અથવા તે વાલીની લેખિત સમ્મતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હોય ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત બે શ્રાવકો દ્વારા લેખિત સમ્મતિ પ્રમાણે લેખિત સમ્મતિ આપનાર દીક્ષા લેનારના ખરા માતાપિતા અથવા તો વાલી છે, તેનો નિર્ણય જે ગામનો તે હેય ત્યાં આદમી મોકલી કરાવે અને પછી દીક્ષા આપવી. દીક્ષા લેનારની ગ્યતાની પરીક્ષા સામાન્યરૂપે પિત કર્યા પછી, વધારે સમ્મતિને માટે દરેક ગ૭વાળાએ પિતાના સંઘાડા સિવાયના બીજા સંઘાડાના બે આચાર્યો અથવા તે વડીલેની પાસે યોગ્યતાની પરીક્ષા કરાવી તે પછી દીક્ષા આપવી. જે ગ૭ કે સમુદાયમાં બીજા સંધાડા ન હોય તેમણે પિતાના સમુદાયના બે યોગ્ય સાધુઓની પાસે યેગ્યતાની પરીક્ષા કરાવી સમ્મતિ મેળવી દીક્ષા આપવી. દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે શુભ મુહુર્તો આપવી દીક્ષા લેનારને દીક્ષા આપી ગ્રહણ-શિક્ષા તેમજ સેવન

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542