Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 531
________________ ( ૨૩૪ ) ભાવ પામશે ? ત્વમેવાહ', ત્વમેવાહ, ત્વમેવાડું.—માવી અભેદ્યતા પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ ? તારા વિના આ દુનિયા વિષરૂપ, પત્થરરૂપ, દુઃખરૂપ બંધનરૂપ, કારાગૃહરૂપ, તથા તજવા ચેાગ્ય જાણી, તેના ઉપર નીરાગીપણુ તથા ઉદાસીનપણુ કયારે થશે ? તારામાં જ અખંડ પ્રેમ તારામાં જ અખંડ શક્તિ, તારામાંજ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતાબુદ્ધિ, તારામાંજ વિશ્વબુદ્ધિ કયારે થશે ? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય કયારે લાગશે? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, તારી પેઠે દુ:ખીયા પર દ્રવ્યથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રમાદતા, તારી પેઠે મધ્યસ્થતા, તારી પેઠે નિ:સ્વાર્થ બુદ્ધિ, તારી પેઠે પરાપકાર બુદ્ધિ તારી પેઠે અત્યંત કરૂણા અને તારી પેઠે અત્યંત વીતરાગીપણું મારા હૃદયમાં કયારે જાગૃત થશે? ધનની, શ્રીની, યશની અને વિષયસુખની ઇચ્છા કારે નિવૃત્ત થશે ? એક તારા વિના જ આ બધાં સુખ ઝેર જેવાં કયારે લાગશે ? પરની નિદાના અને પરના ગુણુ ઢાંકી દોષ પ્રગટ કરવાના ત્યાગ કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ ? તથા પેાતાની ભુલ તરફ દષ્ટિ કરતાં ક્યારે શિખીશ ? હું સર્વ કરતાં અધિક અધમાધમ છું એવા નિશ્ચય કયારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પેાતાના કર્મોના કર્તા છે, આત્મા પેાતાના ક્રમના ભાક્તા છે, આત્માના મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય છે આ છ મહાવાકા મારા હૃદયમાં નિર તર કયારે જાગૃત થશે ? અને હું તે પ્રમાણે સમજી સ જીવને કયારે સમજાવીશ ? મારૂ સ્વરૂપ અહિંસામય છે, મારૂ સ્વરૂપ સત્યતામય છે, મારૂં સ્વરૂપ પ્રમાણિકતામય છે, મારૂ સ્વરૂપ બ્રહ્મચર્ય મય છે અને મારૂં' સ્વરૂપ પરિગ્રહરહિત છે એમ ચંતવી સ્વસ્વરૂપમય કયારે થઇશ ? હિંસા ન કરવી એ મારી ક્રુજ છે, સત્ય ખેલવુ એ મારી ફરજ છે, પ્રમાણિકપણે વર્તવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું' એ મારી ફરજ છે અને પરિગ્રહ રહિત

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542