Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 532
________________ (૨૫) થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલવું એ મારું વિભાવ છે એમ મને કયારે જણાશે? આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રય એ જ દુઃખ છે અને આશ્રવ એ જ ત્યાગવા યોગ્ય છે, એવી ખબર પાકે પાયે કયારે પડશે ? અને સંવર એ જ સુખ છે. એમ જ્યારે જાણવામાં આવશે ? હું મારા સ્વરૂપમાં છું કે નહિ? શુદ્ધ ઉપગમાં છું કે નહિ? ધર્મધ્યાનમાં છું કે નહિ? સ્વભાવમાં છું કે નહિ ? એમ કયારે વિચારણા થશે? મારામાં ક્ષમા-સહનશીલતા-માઈ. વતા અને કરૂણા છે કે નહિ એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ ? આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરૂ, આત્મા એ જ ધર્મ, આતમા એ જ સુખ, આત્મા એ જ મોક્ષ, આત્મા એ જ અખંડ આનંદ અને આત્મા એ જ પરમાત્મા છે, એમ યથાર્થ કયારે જાણવામાં આવશે? સંતનું, શરણ સંતની સેવા, સંતની મન, વચન અને કાયાથી ભકિત સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરૂબુદ્ધ અને અહોનિશ સંતને સંગની જ ઈચ્છા કયારે જાગૃત થશે? સદ્દગુરૂ એ જ તરણતારણ સદ્દગુરૂ એ જ દેવ, સશુરૂ એ જ સુખનું સાધન, સદગુરૂ એ જ મેક્ષમાર્ગના દાતા, સગુરૂ એ જ પરમમિત્ર, સદ્દગુરૂ એ જ પરમગુરૂ અને સદ્દગુરૂ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે એમ કયારે યથાર્થ ભાવે જાણ વામાં આવશે ? મારા પિતાના દેષ જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ કયારે ઉત્પન્ન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની એકયતા, જિનપદ અને નિજ પદની એક્યતા અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ કયારે થશે ? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધજ્ઞાનસ્વરૂપ, શુદ્ધ દર્શનસ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ અનંત ઉપયોગમય અને અનંત શકિતવંત છે પણ કર્મ રૂપ શત્રુના

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542