________________
(૨૪) ૧ દુખગર્ભિત વૈરાગ્ય. એ પહેલા દુઃખગર્ભિત વૈરાગ્યમાં પ્રાણીને દેહ સંબંધી તથા મન સંબંધી ખેત ઉત્પન્ન થાય છે અને તેમાં મનને તૃપ્તિ આપનાર જ્ઞાન પણ હોતું નથી, તેથી જે તે પ્રાણીને પિતાની ઇચ્છિત વસ્તુને લાભ થાય તો તેને વિનિપાત (ભ્રષ્ટતા) થઈ જાય છે.
દુઃખથી વિરકત થયેલા મુનિએ, જેમ સંગ્રામમાં અધીર થયેલા પુરૂષે વન વિગેરેમાં પ્રવેશ કરે છે તેમ પાછા ગૃહસ્થવા સમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે.
અહે ! એ પ્રથમ વૈરાગ્યવાળા પુરૂષે શુષ્ક તર્કવિચાર અને વૈદ્યક વિગેરે ભણે છે, પરંતુ શમતાની નદી રૂપ સિદ્ધાંતની પદ્ધત્તિને ભણતા નથી.
ગ્રંથના ખંડ ખંડ બાધથી પુરૂષે ગર્વની ગરમીને ધારણ કરે છે, તેઓ શમતા રૂપ અમૃતના કરારૂપ તત્વના રહસ્યને પામતા નથી.
એ દુ:ખગર્ભિત વૈરાગ્યથી સાધુ થયેલા પુરૂષો માત્ર વેષધારી છે, તેઓ ગૃહસ્થથી કાંઈ અધિક થતા નથી, અર્થાત ગુહસ્થના જેવાજ છે, તેઓ પુત્થાયી નથી, એટલે આગળ પડેલા નથી તેમ પાછળ પડેલા નથી.
દુઃખગર્ભિત વૈરાગ્યનું પ્રયોજન ઘરમાં પુરૂં અન્ન પણ દુર્લભ છે, અને વ્રત લેવામાં લાડવા મળે છે, તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે.
બીજે મેહગર્ભિત વૈરાગ્ય. નઠારાં શાસ્ત્રના અભ્યાસથી આ સંસારની નિર્ગુણતા જોવામાં આવે અને તેથી જે વૈરાગ્ય થાય તે બીજે મોહગતિ વૈરાગ્ય કહેવાય છે. એ વૈરાગ્ય બાળ તપસ્વીઓને થાય છે.
સિદ્ધાંત જાણીને પણ જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ એ ઇષ્ટકાર્ય કરતા હોય તે પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે.
સંસારમાંથી મૂકાવનારા અજ્ઞાની પુરૂષની જેમ મોહગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષને પરમાર્થ પણે શુભ પરિણામ હેતે નથી અને તેમની જ્ઞાન ઉપર રૂચિ થતી નથી.