Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 525
________________ (૨૨૮) તેમાં ચરીયાદિકે શંકા. જે ભક્ષાટન કરવા વગેરેની ક્રિયા માત્ર દેહને જ નિર્વાહ કરવા માટે છે, તે ક્રિયા અસંગને લઈને જ્ઞાની પુરૂષના ધ્યાનને નાશ કરનારી થતી નથી. રતનમાણિક્યની પરીક્ષાની દ્રષ્ટિ અને નજરની પરીક્ષાની હરિ જેમ જુદી છે, તેમ ફળના ભેદથી તે ધ્યાનની આચાર કિયા પણ ભેદવાળી થાય છે. આત્મજ્ઞાન માટે. ધ્યાન કરવાના પ્રયજનવાળી તે આ ક્રિયા પિતાના મનને પાછું વાળી-વશ કરી જન્મના સંકલ્પથી આરંભેલી હોય તે તે આત્મજ્ઞાનને માટે કપાય છે. આત્મજ્ઞાની. સ્થિર થયેલું હદય રજોગુણથી ચલિત થાય છે, તેવા હદયને પાછું વાળી જે નિગ્રહ કરે, તે જ્ઞાની કહેવાય છે. મનને વશ કરી શું કરવું? ધીરજવડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું અને મનને આત્મામાં સ્થિર કરી કાંઈ પણ ચિંતવવું નહીં. | મન કેવી રીતે વશ કરવું ? ચપળ અને સ્થિર એવું મન જે જે વસ્તુમાં પ્રસાર થાય છે, તે તે વસ્તુમાંથી તેને પાછું વાળી નિયમિત કરી આત્માને વશ કરવું. એ કારણથી જેનું મન દ્રઢ નથી, એવા મહાબુદ્ધિવાળા પુરૂષે વિષયોને ત્યાગ કરવા માટે શાસ્ત્ર વિગેરેથી સર્વ ક્રિયા કરવી. સંયમયેગને વ્યાપારયતિ, પિશાચની વાર્તા અને કુલવધુનું રક્ષણ સાંભળીને નિત્યે સંયમના વેગને વિષે વ્યાપારવાળો થાય. ક્રિયા કેને ગુણકારી થાય ? નિશ્ચયનયમાં જ એકલીન થયેલા પુરૂષને જે ક્રિયાઓ અતિ પ્રજનવાળી નથી તે જ ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા પુરૂષને અતિ ગુણકારી થયેલ છે.

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542