________________
છ દ્રવ્યને વધુ ખુલાસે. છ દ્રવ્યમાં જીવ અને પુદગલ તે બે દ્રવ્ય પરિણામી છે ને બાકીના ચાર દ્રવ્ય અપરિણમી છે. અહીં પરિણામીને ભાવ જાણે, પણ સ્વભાવે તો છ દ્રવ્ય પરિણામી છે, પરિણામી એટલે મૂળ સ્વરૂપ છોડ્યા સિવાય કાંઈક રૂપાંતર થવું તે.
છ દ્રવ્યમાં એક છવદ્રવ્ય જીવ છે, બાકીના પાંચે અજીવ છે.
છ દ્રવ્યમાં એક પુદગલ મૂર્તિવંત રૂપી છે, બાકીના પાંચે અરૂપી છે.
છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય સ્વરદેશી છે, અને કાળ અપ્રદેશ છે.
છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ અને આકાશ ત્રણે એક છે, બાકીનાં અનેક છે.
છ દ્રવ્યમાં આકાશક્ષેત્ર છે, બાકીનાં પાંચ ક્ષેત્રી છે (સ્થાન ક્ષેત્ર અને વસનાર ક્ષેત્રી).
છ દ્રવ્યમાં જવ અને પુદગલ સક્રીય છે ( સારી બેટી ક્રિયા કરે તે)ને બાકીનાં ચાર ક્રિય છે.
છ દ્રવ્યમાં જીવ અને પુદગલ બે અનિત્ય છે ને બાકીના ચાર નિત્ય છે. જો કે ઉત્પાદ, બાય, ધ્રુવપણે તે છ દ્રવ્ય નિત્યનિત્ય છે, પણ ધર્માદિ ચાર સદા સ્થિર હોવાથી નિત્ય કદ્દા છે.
છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે (કાર્યમાં સહાય કરનાર)ને એક છત અકારણ રૂપ છે.
છ દ્રવ્યમાં જીવ કર્તા છે (કાર્ય કરનાર)ને બાકીનાં પાંચ અકર્તા છે.
છ દ્રવ્યમાં આકાશ કાક વ્યાપી હોવાથી સર્વગત છે, અને બાકીના પાંચ માત્ર લેક વ્યાપી હોવાથી અસર્વગત છે, કેમકે આકાશની જેમ કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદરૂપપણે મળી જતું નથી માટે પ્રવેશ રહિત છે.
૧ (ખ, પ્રદેશ, પરમાણું) શબ્દ, અંધકાર, ઉદ્યોત, કાંતિ, છાયા, ટાઢ, તો એ સર્વે પાગલો છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે પુગાસ્તિકાય.