Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 494
________________ ( ૧૯૭ ) અર્થ ઉપાર્જન કરે, અને અર્થ ઉપાર્જન કરવામાં ખલેલ ન પહોંચે તેમ વિષય સેવન કરે તે મધ્યમ પુરૂષ જાણવા. ૨૨ આ ઉપર જણાવેલા પુરૂષાના ગુણગ્રહણુ બહુમાનપૂર્વક જો તુ કરીશ તા શીઘ્ર શિવસુખ પામીશ, એમ ચાક્કસ સમજજે. કેમકે પાતે સદ્ગુણી થવાના એ સરલ અને ઉત્તમ માર્ગ છે. ૨૩ આજકાલ સંયમ માર્ગમાં શિથિલતા ધારણ કરનારા અને સંયમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસચ્ચાર્દિક સાધુ યતિજનાની સભા સમક્ષ નિંદા કરવી નહિ, તેમજ પ્રશંસા પણ કરવી નહિં, કેમકે નિંદા કરવાથી તેઓ સુધરી શકશે નહિ, તેમજ પ્રશંસા કરવાથી તેમના ઢાષાને પુષ્ટિ આપવા જેવુ જ થશે. ૨૪ હીનાચારી સાધુ–યતિએ ઉપર કરૂણા આણીને જો તેમને રૂચે તેા હિતબુદ્ધિથી સત્ય માર્ગ ખતાવવા. તેમ છતાં જો તેઓ રાષ કરે તેા તેમના દોષ-દુર્ગુણુ ( સભા સમક્ષ) પ્રકાશવા નહિ. ૨૫ અત્યારે દુષમકાળમાં જેના થાડા પણ ધર્મ ગુણુ (સદ્ગુણ) દ્રષ્ટિમાં આવે તેનુ બહુમાન ધર્મબુદ્ધિથી સદાય કરવું યુક્ત છે. એથી સ્વપરને અનેક લાભ થવા સંભવ છે. ૨૬ પરગચ્છમાં કે સ્વગચ્છમાં જે સ ંવિજ્ઞ ( તીવ્રવૈરાગ્યવત ભવભીરૂ ) બહુશ્રુત-ગીતા મુનિજના હોય તેમનેા ગુણાનુરાગ કરવા. તું ચૂકીશ નહિ, સમભાવી મહાપુરૂષોના સમાગમ સદાય દુર્લ શ છે. તેવા સમભાવી મહાત્માએથી આપણને ઉત્તમ ફળ મળી શકે છે. ૨૭ ગુણરત્નાથી અલંકૃત પુરૂષાનું બહુમાન જે શુદ્ધ નિષ્કપટ મનથી કરે છે, તે અન્ય જન્મમાં તેવા ગુણ્ણાને જરૂર સુખે મેળવી શકે છે. સદ્ગુણાનુ અનુમેાદન કરવુ યા તેમનુ અહુમાન કરવું એ આપણે પાતે સદ્ગુણી થવાનું અમેાઘ ખીજ છે. ૨૮ આવી રીતે ગુણાનુરાગ( સદ્ગુણી પ્રત્યે અકૃત્રિમ પ્રેમ વાત્સલ્ય )પેાતાની હૃદયભૂમિમાં જે ધારણ કરે છે, તે મહાનુભાવ સર્વ કાર્યને નમન કરવા યાગ્ય પરમ શાન્તપદને પામે છે. એમ પરમ સંવેગી અને પવિત્ર ગુણાનુરાગી શ્રી સામસુંદરસૂરિ મહારાજ સભ્યજનાને હિતબુદ્ધિથી અમૃત વચના વડે આપણને બધે છે.

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542