Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 497
________________ ( ૨૦ ). સ્ટગ કરી યારી પ્રગટ નવકાર કહે, પછી તિવિહં તિવિહેણું સિરિય કહે) એટલી સાધુની કરણી. હવે શ્રાવકને કરવાનું કૃત્ય-તે કરેલી માંડવીમાં મજબુત બેસારી ૧ ચરવળી પ્રથમ કહી હતી તે અને ૧ મુહુપત્તિ જમણી બાજુ મૂકે અને ૧ નાનું પાનું ફૂટેલું અથવા ફેડીને એક લાડુ સહિત ઝેળીમાં નાખી બાજુએ મુકે અને પુતળું કરવું હોય તો તે નક્ષત્ર પ્રમાણે કરવાનું જાણવું, તેમાં જેષ્ટા, આદ્રા, સ્વાતિ, અશતભિષા, પથરણું, અશ્વશા અને અભિજીત એ સાત નક્ષત્ર પુતળું કરવું નહિ, અને નહિણ, વિશાખા, પુનર્વસુ, ત્રણે ઉત્તરા, એ છ નક્ષત્ર ડાભના બે પુતળા કરવા, બાકીના ૧૫ નક્ષત્રમાં એક પુતળું કરવું, તે પુતળાના જમણા હાથમાં ચરવળી મુહપત્તિ આપવી અને ડાબા હાથમાં એક ભાંગેલું પાડ્યું અને તેમાં એક લાડુ સહિત 3ળી આપવી, બે પુતળા હોય તો બને તે પ્રમાણે આપવું, એ સર્વે પુતળાં કરવાનું નક્ષત્ર કાળ ધર્મ પામે તે વખતનું જાણવું, પછી ઉપાડનાર સારા મજબુત હોય તે ઉપાડે, ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, ચાલતાં કોઈ રાવું નહિં, પણ સર્વે મનુષ્યો “ જય જય નંદા” “જય જય ભદા” ભદની, એવું બોલે, અને આગળ બદામ, પિસા, પાઈયે, અધેલા, બે આની, પ્રમુખ નાણું ઉછાળે, ને તે ઉપાશ્રયથી તે ઠેઠ સ્મશાન ભૂમિ સુધી શ્રાવકે ઉછાળે, અને વાંસડાઓને એક છેડાથી ચિરાવી માંહે સરાવતાં ઘાલી દીવા, ધૂપ કરતા આગળ ચાલવું, પછી શેક સહિત મહોત્સવપૂર્વક વાજીંત્ર વાજતે બડા આડંબરે મસાણે જઈ પૂર્વે શુદ્ધ કરી રાખેલ જમીન ઉપર સુખડ વિગેરેના ઉત્તમ લાકડાની ચે ( ચિતા) કરી માંહે માંડવી પધરાવે ગામ તરફ મસ્તક રાખે, પછી અગ્નિ દે (લગાડે) છેવટ સર્વે અગ્નિ શાંત કરી, રક્ષા ગ્ય સ્થાનકે પરઠવી પછી પવીત્ર થઈ ગુરૂ પાસે આવે, એટલી શ્રાવકની કરણી છે. . ૧. મૃતક લઈ ગયા પહેલાં એક સાધુ ઠંડાસણ લઈ સ્મશાને જઈ જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનું હોય ત્યાં ઈરિયાવહિપૂર્વક કાજે લેઈ વસરાવી આવે.

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542