Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 514
________________ (૨૧૭) જે આ સંસારરૂપી રાક્ષસ, અવિદ્યારૂપી રાત્રિમાં વિચર છે, મસ્તક ઉપર વિષમ એવા કષાય રૂપ સર્પોના સમૂહને વહન કરે છે, ગળામાં વિષયરૂપી અસ્થિઓને નાખે છે, અને વક મુખે હસતે મહાદેષરૂપી દાંત પ્રગટ રીતે દેખાડે છે તે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ કરવાને ગ્ય નથી. ૫ જેઓ આ સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી દ્રવ્યના થોડા અંશની ભિક્ષા માંડ માંડ મેળવી પ્રયાણ કરતા તેવા લોકેને, સુંદર નેત્રવાળી સ્ત્રીના સ્તનરૂ૫ વિષમ દુર્ગમાં સ્થિતિ કરીને રહેલે કામદેવરૂપી બળવાન લુંટાર લુંટે છે, તે અટવીમાં સહાય વગર ગમન કરવું ઉચિત નથી. ૨ મારૂં ધન, મારૂં ઘર, મારા પુત્ર અને મારી સ્ત્રી વગેરે એવા વિપર્યાસથી જેમણે વારંવાર વિસ્તારવાળાં દુઃખ પ્રાપ્ત કરેલાં છે, એવા લકે પણ જે સંસારમાં મિથ્યા સુખના હર્ષને ધારણ કરનારા છે, એ આ કપટ રચનામય સંસાર છે, તેમાં વિવેકી પુરૂષ પ્રસરતું નથી. ૭ જેની અંદર પ્રિયાને નેહ એક બેડીના જે છે, સ્વજન વર્ગ પહેરેગીર સુભટના જે છે, ધન નવીન બંધનના જેવું છે અને વ્યસન અતિ અપવિત્ર વસ્તુથી ભરેલ બીલના સંસ ગથી વિષમ છે, એ આ સંસાર ખરેખર કારાગૃહ રૂપ છે. તેની અંદર વિદ્વાનેને કયારે પણ પ્રીતિ થતી નથી. ૮ આ સંસાર એક મશાન છે, જેની અંદર મહાન કેરૂપી ગીધ પક્ષી છે, અરતિરૂપી ચપળ શીયાળણું છે, કટુ શબ્દને પ્રગટ કરતા કામદેવરૂપી ઘુવડ પક્ષી જેમાં વિચરે છે, શક રૂપી અગ્નિ જ્યાં પ્રદીપ્ત થયેલ છે અને જેમાં અપયશ રૂપી ભસ્મ આસપાસ રહેલો છે, એવા તે સંસારરૂપી મશાનમાં શું રમણીય હેય? અર્થાત કાંઈ ન હોય. ૯ અતિ વિષમ મૂછને વિસ્તારનારી ધનની આશા જેની છાયા છે, મોટા વિકારને માટે થનાર સ્ત્રીઓને વિલાસ જેને પુછ્યુંરસ છે, અને નરકની વ્યાધિને સમૂહ જેના ફળને વાદ છે

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542