________________
( ૨૦ )
શજસભામાં જેમ અન્યાયની પ્રણાલી, જેમ વિધવા સ્ત્રીનું યૌવન અને મૂર્ખ પતિને વિષે જેમ મૃગાક્ષીના સ્નેહની હૅરી હ્રદયને દશ્ય કરે છે, તેમ આ સંસારની ક્રીયાની લજજા તત્ત્વષ્ટિ પુરૂષાના હ્રદયને ખાળે છે. ૨૧
જેમ પ્રભાત થવાથી સ્વપ્નની રચના નિષ્ફળ થાય છે અને નેત્રના તિમિર-રાગ દૂર થયા પછી નિર્મળ હૅષ્ટિવાળા પુરૂષને જેમ એ ચંદ્ર દેખવાનું જ્ઞાન થતું નથી, તેમ વિકલ્પ રહિત સ્થિર બુદ્ધિવાળા સાધુ પુરૂષોને તત્ત્વવિષય જાણવાથી આ સંસાર મિથ્યા રૂપે સ્ફુરે છે. ૨૨
પ્રિયાની વાણી, વીણા, શય્યા અને શરીરની ચંપીના સુખાથી આ સંસાર અમૃતથી ઘડેલા છે, એમ પ્રથમ મુદ્ધિ થઇ હતી. હવે જ્યારે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયુ' ત્યારે એમની એ સસાર ઉપર અકસ્માત પ્રીતિ ઉઠી ગઈ છે અને હવે તેા સ્વાત્માને વિષે પ્રીતિ ઉત્પન્ન થઇ છે. ૨૩
ઘણી કઠિનતાને ધારણ કરનાર આ સંસારના પ્રમા કાષ્ટની પુતળીના સ્તનની પેઠે અતિ પ્રોતિદાયક લાગતા નથી. અજ્ઞાનરૂપી વાદળ વીખરાઇ જવાથી પ્રસરતી કાંતિવાળા આત્મારૂપી ચંદ્ર પ્રકાશી રહ્યો છે. તેથી હવે સહજ ચિદાનંદના અશ પ્રાપ્ત થયેા માટે, એ સ`સારના પ્રપ ંચમાંથી વિરતિ હા. ૨૪
હાથી ઘેાડા અને પશુઓના સંગ્રહથી થયેલી સસારની જે રાજ્યલક્ષ્મી છે તેવી જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી પેાતાના મનમાં શું નથી? અર્થાત્ તેનેજ મનની રાજ્યલક્ષ્મી જાણવી. જે બાહેરની પ્રિયાએ છે, તેવી મનની અંદર આત્મરતિરૂપ પ્રિયા નથી શું ? તેથી કયા પુરૂષ સ્વાધીન સુખને છોડી દે અને પરાધીન સુખની ઇચ્છા કરે ? ૨૫
પરાધીન સુખ કે જે ક્ષયવાળુ', વિષયની ઇચ્છાઓના સમૂહથી મલિન અને સંસારના ભયનુ સ્થાનરૂપ છે, તેની અંદર કુમતિ પુરૂષ રમે છે અને સ્વાધીન-આધ્યાત્મિક સુખ કે જે અક્ષય ઇંદ્ધિઓની ઉત્સુકતાથી રહિત અને નિર્ભય છે તેની અંદર વિજ્ઞાન પુરૂષષ લીન થઇને રમે છે. ૨૬