________________
(૧૮) એવા આ સંસારરૂપી વિષવૃક્ષ ઉપર બુદ્ધિવાળા પુરૂષે આસ્થા કરવી યુક્ત નથી. ૧૦
કોઈને મોટું રાજ્ય હોય છે ત્યારે કેઈને ધનને લેશ પણ સુલભ નથી, કેઈને ઉત્તમ જાતિ હોય છે, તે કેઈને નીચપણાને અપયશ હોય છે, કેઈને અતિશે લાવણ્યની શોભા હોય છે, તે કેઈને શરીરનું રૂપ બીલકુલ નથી, એવી રીતે આ સંસારમાં રહેલું વિષમપણે કેને પ્રતિકારક હોય? ૧૧
પામર લેકેએ માનેલા આ સંસારરૂપી ઘરમ સ્થિતિ કરવામાં સુખ નથી, તેને માટે અમે શું કહીએ? તે સંસારરૂપી ઘરમાં કામદેવરૂપી ઉગ્ર શત્રુ ગુણરૂપી પૃથ્વીને ખાવા કરે છે, તેની પાડોશમાં રહેલ કપરિણામ રૂપી પાડોશીને કલહ સતત ચાલ્યા કરે છે અને તેની અંદર ફરતા એવા આઠ મદરૂપી સર્પોના રાફડા છે. ૧૨
જેમ વકરાળ ધરૂપી સૂર્યથી શમરૂપ સરવર સુકાઈ જવાથી ભવી પ્રાણીઓ વિષયને વશ થઈ તૃષાની પીડાથી ખેદ પામે છે, અને જ્યાં પ્રતિદિન કામદેવરૂપ પસીનાને લઈને ગુણ રૂપી ચરબી ગ્લાનિ પામે છે, એવા આ સંસારરૂપી ભયંકર શ્રીમઋતુમાં તાપને હરણ કરનારૂં શરણ શું છે? અર્થાત નથી. ૧૩
પિતા, માતા અને ભાઈ, પિતાના ઈચ્છેલા અર્થની સિદ્વિને વિષે જ અભિમતસંમત થાય છે, અને ધનવાન પુરૂષ ગુણોના સમૂહને જાણનારો હોય તે પણ તે ધનને આપી શકતે નથી. એવી રીતે સર્વ કે પિતાને સ્વાર્થ સાધવાને હમેશાં પ્રવર્તે છે એવા એ સંસારના સુખને કહેવાને કોણ રસિક સમર્થ છે? ૧૪
અહે! આ સંસારમાં જે લેક સ્વાર્થ ન હોય ત્યારે નિર્દય થઈ જેને તૃણની જેમ છોડી દે છે, તે લેક સ્વાર્થ હોય ત્યારે ચંડળને હાથ પકડી તેની સાથે ચાલે છે અને વળી એ હદયમાં વિષ હોય છતાં મુખમાં અમૃત રાખી છેક વિશ્વાસઘાત કરે છે, એવા સંસારથી જે ઉગ ન થાય તે પછી વધારે કહેવાથી શું ? ૧૫