________________
( ૨ ) બુદ્ધિવાળા વિદ્વાન લેકે કહે છે કે આ સંસારના સ્વરૂપનું જે ધ્યાન તે જગતને અભયદાન રૂ૫ અને શમતાના સુખના ભંડાર રૂપ છે. એ સ્વરૂપનું ધ્યાન જે સ્થિર થાય છે તે જૈન સિદ્ધાંત અને જૈન તને જાણનારા લેકને ચંદ્રનાં કિરણે તથા કરના જેવા ઉજવલ યશની પ્રૌઢ શોભા પ્રાપ્ત થાય છે. ૨૭
વૈરાગ્ય શાથી થાય છે. સંસારના સ્વરૂપને જાણવાથી અને સંસારમાં માલ નથી, એવી દ્રષ્ટિથી થયેલા શ્રેષથી સંસારની ઈચ્છાને ઉછેદ થવારૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
વિષયસુખ લીધા પછી વેરાગ્ય થ જોઈએ એમ માનનારાઓના મતનું ખંડન
શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી દ્રવ્ય છે ત્યાં સુધી વિષય છે.
જે કામગ અનંતવાર પ્રાપ્ત થયા છે, છતાં જાણે તે પ્રાપ્ત થયા જ નથી, એ ભ્રમ થવાથી મૂઢ લોકેની કામગની ઇચ્છા ઊપશમ પામતી નથી.
ઇધણુથી જેમ અગ્નિ ક્ષય પામતે નથી, તેમ વિષયેથી કામને ક્ષય થતો નથી, પણ ઉલટે તે શક્તિને ઉલ્લાસ કરી વૃદ્ધિ પામે છે.
વૈરાગ્ય થવામાં મુશ્કેલી જેમ સિંહને સૌમ્યપણું સુગમ નથી અને સપને ક્ષમા આવવી સુગમ નથી તેમ વિષયમાં પ્રવતેલાને વૈરાગ્ય સુગમ નથી.
વિષયત્યાગ વિના વૈરાગ્યની ઇચ્છા નકામી છે. તે તે કુપને ત્યાગ કર્યા વિના રોગને ઊચછેદ કરવાને ઇચ્છે છે.
વિષયાસક્ત હદયમાં વેરાગ્ય ટકી શકતું નથી, તે જેમ તપેલા લોઢાની ઘણ ઉપર પડતું જળનું બિંદુ ટકી શકતું નથી તેમ.
વિષયસંસળી ચિત્તમાં વૈરાગ્યને સંક્રમ થ તદ્દન અશક્ય છે. તે જેમ ક નામની અમાસની રાત્રિએ ચંદ્ર ઊગે અને વાંઝીયા વણ ઉપર ફળ બેસે તેમ,