________________
(૨૩)
રાજા શ્રેણુક. કુશાગપુરના પ્રસેનજિત રાજાને ૧૦૦ પુત્રો હતા, તેમાં રાજ્યને લાયક કોણ છે તેની પરિક્ષામાં શ્રેણિક લાયક ને હોશિયાર લાગ્યા, ત્યાં રાજાએ ઢંઢેરો પીટાવેલ કે જેનું ઘર સળગશે તેને નગર બહાર કાઢી મુકીશું, તેમાં રસોઈયાની ભુલથી રાજાને જ મહેલ સળગ્યો. રાજા બોલ્યા પ્રમાણે નગર બહાર રહેવા ગયા લેકે તેને રાજગૃહ કહેવા લાગ્યા તેથી ત્યાં રાજગૃહનગર વસાવ્યું.
હવે શ્રેણિકને લાયક ગણવાથી બીજા ભાઈઓ તેને ઘાત કરે, તે ડરથી બીજાઓને જુદા જુદા દેશ વેંચી આપ્યા ને શ્રેણિકને કાંઈ આપ્યું નહિ, તેથી શ્રેણિકે અપમાન થયું માની ત્યાંથી નીકળી વેણાતટ ગયા, ત્યાં ભદ્રશેઠની દુકાને બેઠા, શેઠને વેપારમાં લાભ થયે શેઠ પિતાના મેમાન તરીકે ઘેરે તેડી ગયા, તેની હોશિયારી જોઈ પોતાની નંદા નામની દીકરી પરણાવી, અહીં રાજા મરણ પથારીયે છે, તેથી શ્રેણિકને શોધવા ઘોડેસ્વારો મેકલ્યા, ઘણું તપાસે વેણાતટે મળ્યા, ગર્ભવતી નંદાને પિતાને મંદવાડ જણાવી નીકળ્યા, પિતાને મળ્યા, શ્રેણિકને રાજમુગટ આપ્યા પિતા કાળ કરી ગયા. શ્રેણિક મગધ દેશના રાજા થયા, તેને ૫૦૦ પરધાને હતા તેના નાયક કરવા ખાલી કુવામાં વીંટી નાખી જણાવ્યું કે, કાંઠે ઉભા રહી વીંટી કાઢશે તેને વડા પરધાનની જગ્યા આપીશું. તે વેણુતટથી આવેલા એક નાની ઉમરના મુસાફરે કાઢી, તેને વડે પરધાન કર્યો, જેનું નામ અભયકુમાર હતું, તેની માતા નંદાને પટરાણી કરી, આ અભયકુમારથી રાજ ઘણુંજ ખીલી નીકળ્યું.
શ્રેણિક ચેટક રાજાની કુમરી ચેલણાને પરણ્યા, તેનાથી શ્રેણિકની જૈનધર્મ વિષે ઘણી સારી શ્રદ્ધા થઈ. એક વખતે બાગમાં ગયા ત્યાં અનાથી મુનિને દેખી નમસ્કાર કર્યો, તેમના ઉપદેશથી તે સમકિત પામ્યા. એકદા ત્યાં ભગવાન સમોસર્યો ત્યાં એક કઢી ભગવાનને પરૂ પડવા લાગે, ભગવાનને છીંક આવે કહે મરે, શ્રેણિકને છીંક આવે કહે ઘારું જીવે, અભયકુમારને છીંક આવે કહે છે કે મરે, અને કાળસારિક કસાઈને છીંક આવે કહે ન