________________
તેને વિસ્તારે ખુલાસે, અનિત્ય ભાવના-ડાભના અગ્રભાગે રહેલા જળ બિંદુની જેમ સંસારના સર્વે પદાર્થો અસ્થિર છે, એમ ચિતવવું તે
અશરણ ભાવના–આ વસમુદ્રમાં ડૂબતા આત્માને શ્રી જિનેશ્વરના ધર્મ સિવાય કઈ શરણ નથી, એમ ચિંતવવું તે.
સંસાર ભાવના–આ જીવે સંસારના વિચિત્ર સંબંધો અનતી વાર અનુભવ્યા છે, એમ ચિંતવવું તે.
એકત્વ ભાવના--હે ચેતન! તું એકલો આવ્યો છે અને એક જઈશ, સુખ-દુ:ખ પણ એક જ ભોગવીશ, ધર્મ સિવાય કેઇ સાથે આવવાનું નથી, એમ ચિંતવવું તે.
અન્યત્વ ભાવના--આત્માને શરીર પરસ્પર સંબંધવાળા છતાં જુદા છે, તે પછી અપ્રત્યક્ષ એવા ધન કુટુંબાદિ તારાં કયાંથી હોય? એમ ચિંતવવું તે.
અથરિ ભાવના--મારો જન્મ અતિ અપવિત્ર સ્થાનવાળે છે, મારું શરીર સાત ધાતુઓથી અપવિત્ર છે, પવિત્ર પદાર્થો પણ આ શરીરના સ્પર્શથી અપવિત્ર થાય છે, પવિત્ર તે એક શ્રી જિનેશ્વરને ધર્મ છે, એમ ચિંતવવું તે.
આશ્રવ ભાવના-કર્મને આવવાના, ૫ ઈદ્રિય, ૩ યોગ, ૪ કષાય, ૫ અવ્રત, ૨૫ ક્રિયાઓ એ ૪૨ માર્ગ છે. એ ૪૨ માર્ગથી કર્મ કેવી રીતે આવે છે, તેનું કવરૂપ ચિંતવવું તે.
સંવર ભાવના--નવ તત્વમાં કહેલા કર્મને રોકવાના ૫૭ ઉપાય-૫ સમિતિ, ૩ ગુતિ, ૨૨ પરીસહ ૧૦ વિધ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ ચારિત્ર તે ૭ પ્રકારના સ્વરૂપનું ચિંતવન કરવું તે.
નિર્જરા ભાવના-બાર પ્રકારના તપથી કર્મની નિરા કેવી રીતે થાય છે? તેનું વરૂપ ચિંતવવું તે, તે તપ નીચે પ્રમાણે છે.
લોકસ્વરૂપ ભાવના--કેડે બે હાથ દઈ પગ પસારી ઉભા રહેલા પુરૂષની જેમ ષક દ્રવ્યાત્મક ચૌદ રાજલક છે, તેનું ચિંતવન કરવું તે.