________________
(૪૪) પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે જિનેશ્વર કળાના સ્થાનમાં રહેલા છે એટલે કે તેઓ રકત વર્ણવાળા છે, તથા પાર્શ્વનાથ અને મલ્લીનાથ એ બે ઉત્તમ જિને મસ્તકના દીર્ઘ ઈકારની સ્થિતિમાં લીન થયા છે–રહ્યા છે એટલે તેઓ અત્યંત નીલ વર્ણવાળા છે. ૨૬. ऋषभं चाजितं वन्दे, संभवं चाभिनन्दनम् । श्रीसुमतिं सुपार्श्व च, वन्दे श्रीशीतलं जिनम् ॥२७॥
અષભદેવને, અજિતનાથને, સંભવનાથને અને અભિનંદનને હું વાંદું છું. તથા શ્રી સુમતિનાથને, સુપાર્થને અને શ્રી શીતલનાથ જિનને હું વાંદું છું. ર૭. श्रेयांसं विमलं वन्देऽनन्तं श्रोधर्मनायकम् । शान्ति कुन्थुमराहन्तं, नमिं वीरं नमाम्यहम् ॥२८॥
શ્રેયાંસને, વિમલસ્વામીને, અનંતનાથને અને શ્રીધર્મનાથને હું વાંદું છું. તથા શાંતિનાથને, કુંથુનાથને, અરનાથ નામના અરિહંતને, નમિનાથને અને મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું. ૨૮ षोडशैवं जिनानेतान्, गाङ्गेयद्युतिसन्निभान् । त्रिकालं नौमि सद्भक्त्या, हराक्षरमधिष्ठितान्छ॥२९॥
- એ પ્રમાણે સુવર્ણ સરખી કાંતિવાળા એટલે પિત વર્ણવાળા તથા હ અને ૨ એ બે અક્ષરમાં રહેલા આ (ઉપરના બે શ્લોકમાં કહેલા) સોળ જિનેશ્વરને હું સદ્ભક્તિ પૂર્વક ત્રિકાળ નમસ્કાર કરૂં છું. ૨૯ शेषास्तीर्थकृतः सर्वे, हरस्थाने नियोजिताः । મચાવનારું બા-શ્રદ્વૈરતિરત રૂા.
૪ આ ૨-૨૮-૨૯ ત્રણ બ્લેક ક્ષેપક લાગે છે,