________________
( ૧૯૫) બંધાવતાં ૧૫૦૦૦ હજાર રૂપીયા ખરચ થયે કહેવાય છે, દર સાલ ચિત્ર વદી ૮ ના દિવસે મેળો ભરાય છે, અને ઘણા ઠાઠમાઠથી વરઘોડો ચડાવી જયાંથી ભગવાન નીકળ્યા છે, તે છત્રી સુધી જાય છે.
માંડવગઢ–અહીં એક મંદિર અને એક ધર્મશાળા છે, મૂળનાયક શ્રી સુપાર્વપ્રભુની ગાદીયે, હાલ શાંતિનાથ ભગવાન બીરાજમાન કરેલ છે, ને તેમને બાજુમાં બીરાજમાન કરેલ છે, તે પ્રતિમાજી ઘણા જુના ને જીર્ણ થવાથી લેપ કરેલ છે, માંડવગઢની આબાદી પહેલાં ઘણું જ સારી હતી હાલ તે નથી, મહુની છાવણી ઉતરી ત્યાં જવાય છે. અહિંથી પાવર ૧૨ કેશ થાય છે
પાવર--આ ઘણું જુનુ તીર્થ છે, પહેલાં અહીં ઘણું દેરાસરે હતાં, તેમ ઘણું મોટી વસ્તીવાળું નગર હતું, હાલ અહીં થોડા વર્ષો થયાં એક મેટું દેરાસર બંધાવેલ છે, તેમાં એક શ્રી શાંતિનાથજીની ૧૪ ફુટની સફેત ઉભી તેમ બીજી પણ પ્રતિમાઓ છે, આ પ્રતિમાજી ચમત્કારી છે, અહીથી રાજગઢ નજીક થાય છે.
રાજગઢ–-અહિં ચાર મંદિર છે, તેમાં એક મહાવીર સ્વામીનું (પર) દેરીનું , પ્રતિમાજી સુંદર છે, ઉપાશ્રય ધર્મશાળા વિગેરે પણ છે, શ્રાવકની વસ્તી છે.
પારાસલી–અહીં એક આદિશ્વર ભગવાનનું મંદિર છે, જેમાં અતિશય યુક્ત આશરે દોઢ હાથની પ્રતિમાજી બીરાજમાન છે, અસલ આ ગામ ઘણું મોટું હતું, હાલ અહીં દરસાલ ફા. સુદી ૪ થી તે આઠમ સુધી મેળો ભરાય છે. ફ. સુદી ૫-૬ બે દિવસે ધામધુમથી સ્વારી નીકળે છે, ને સ્નાત્ર ભણાવાય છે.
મસીજી–અહીં મકસી પાર્શ્વનાથનું ભવ્ય મંદિર છે, મંદિરને ફરતી ત્રણ ભમતી અને ૪૨ જિનાલય વિગેરે છે. જિનાલયમાં ૧૫૪૮ ની સાલની પ્રતિષ્ઠિત કરેલ મૂતિઓ છે, મકસી પાર્શ્વનાથની મૂતિ નીચે એક ભોંયરું છે, તેમાંથી તે પ્રતિમાજી નીકળ્યા હતા, મંદિર સુશોભિત ને જોવાલાયક છે.
ઉજજયની-(અવન્તી નગરી) ઈદોરથી ૨૯ માઈલ છે, અહીં અવન્તી પાર્શ્વનાથજીનું મંદિર છે. મહાવીરસ્વામીના જમાનામાં