________________
(૧૮૦) ૧ ગુણાયા–(ગુણશીલ ઉદ્યાન) અહીં તળાવની વચ્ચે એક મંદિર છે, ત્યાં જવા આવવા પુલ બાંધે છે, મંદિરમાં મહાવીર સ્વામીના, ગૌતમ સ્વામીના, તથા બીજા તીર્થકરાના પગલા છે, અહીંથી ૬ કેશ પાવાપુરી છે.
૨ પાવાપુરી–આ મહાવીર પ્રભુની નિર્વાણભૂમિ છે, અહીં રાજ નંવિદ્ધને બંધાવેલ કમળસરોવરમ એક મંદિર છે, તેનું બીનું નામ જળ મંદિર કહે છે, બીજું એક મંદિર ધર્મશાળામાં મહાવીર સ્વામીનું ગણુરાના પગલા દેવદ્ધિગણીશમાશ્રમણની મુર્તિ, શુભ, ચંદનબાળા, અને દાદાજીના પગલા છે, ત્રીજું એક મંદિર મુરશીદાબાદવાળી મહેતાબકુંવરનું બંધાવેલું છે, મૂળ નાયક મહાવીર સ્વામી છે, કમળસરોવરની ઉત્તરમાં મહાવીર સ્વામીના પગલાંનું સમવસરણ છે, અહીં દર શાલ આસે વદી )) મે ભરાય છે. અહીંથી પાંચ કોશ પર રાજગૃહિ નગરી છે.
૩ રાજગૃહિ–અહીં એકજ મહેલલામાં પાર્શ્વનાથજીનું, આભિરછનું, અને મુનિસુવ્રતજીનું, મળી ત્રણ મંદિર છે, તથા પાંચ પહાડ પર જુદા જુદા મંદિરે છે, મુનિસુવ્રતના જન્મને કૈવલ્ય અહીં થયાં હતાં, એણકની રાજધાની, વરના ૧૧ ગણધરાની મુક્તિ, જબુસ્વામી, શાળીભદ્રજી, ધન્ના અને અભયકુમારની દીક્ષા, સય્યાવસૂરિનું જેનપણું, શ્રેણિકનું કેદમાં પુરી કેણિકનું રાજપર બેસવું, તથા મહાવીરના ૧૪ માસાં વિગેરે અહીં થયાં છે.
રાજગૃહીના પાંચ પહાડ અને દેરાસરે.
આ પાંચ પહાડ ઉપર પહેલાં ૮૦ દેરાસરે હતા, રાજગૃહીથી થોડે દૂર વિપુલગિરિની બાજુમાં પાંચ ઉના પાણીના કુડે છે, અને ત્યાંથી પહાડને રસ્તે શરૂ થાય છે, રસ્તે કઠણ છે. પહાડપર અઈમામુનિનું, કમળદળ પર ચરણ થયેલું મહાવીર સ્વામીનું, ચંદ્રપ્રલ સ્વામીનું, સમવસરણની રચનાવાળું મહાવીર સ્વામીનું, મુનિસુવ્રત સ્વામીનું, અને ત્રાષભદેવ સ્વામીનું મળી છ મંદિરે છે, અહીથી ઉતરી રત્નગિરી પર જવું. - રત્નાગિરી–પર એક શાંતિનાથજીનું ને બીજું ચિંતામણી પાર્શ્વનાથજીનું મંદિર છે. અહીંથી ઉતરી ઉદયગિરી પર જવું.