________________
(૧૩) સત્યપુરનગરમાં (સાચારમાં જયઉવીર સચ્ચઉરિમંડણ કહેવાય છે.) મંદિર બંધાવ્યું તે બન્નેમાં મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવી. તેઓ વીર સં. ૬૭૩ ને વિક્રમ સં. ૨૦૩ પછી સ્વર્ગે ગયા.
૧૮ પ્રદ્યોતનસુરિ–તેઓ ભરૂચ નગરમાં અનસન કરી, વીર સં૦ ૬૮ ને વિક્રમ રાં૦ ૨૨૮ વર્ષે સ્વર્ગે ગયા.
૧૯ માનવસરિકેરંટ નગરના પિતા જિનદત્ત, માતા ધારણ, તે બહુશ્રત થયા, તેમને પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા ચાર દેવીઓ સાથે હતી ને તેમની સેવા કરતી હતી, તક્ષ શિલામાં રહેતા શ્રાવકેને મહામારીને ઉપદ્રવ શાંત થવા નાડોલપુરથી લઘુશાંતિ સ્તંત્ર બનાવી આપ્યું તેથી શાંતિ થઈસંઘમાં વ્યંતરને ઉપદ્રવ નિવારવા તિજયપહૃત તેત્રથી ઉપદ્રવ શાંત કર્યો. તેઓ વીરનિર્વાણ પછી ૭૩૧ વર્ષે ને વિક્રમ સં. ૨૬૧ વર્ષ પછી, શુભ ધ્યાનને ધ્યાતા થકા ૫ દિવસના અનસનપૂર્વક ગિરનાર ઉપર સ્વર્ગે ગયા. વીર સં૦ ૭૨૦ વર્ષે ત્રીજા કાલિકાચાર્ય થયા, જેમણે ઈદ્રના પુછવાથી નિગોદનું સ્વરૂપ કહ્યું, તે પ્રભાવિક પુરૂષ વૃહફગચ્છના હતા.
૨૦ માનતુંગસૂરિ–જ્ઞાતે બ્રહ્માક્ષત્રીય, પિતા હર્ષદેવ, તેમને માઘનંદી નામના દિગંબર જૈન મુનિની દેશના સાંભળી દીક્ષા લીધી, મહાકતિ નામ રાખ્યું, તેની વેતાંબરી બહેનને ત્યાં ગોચરી માટે ગયા, ત્યાં તેમને પાત્રમાંથી સમૂછમ જીવે બતાવ્યા, તેથી ફરીથી તેમણે અજિતસિંહ નામના શ્વેતાંબર સાધુ પાસે દીક્ષા લીધી અને મૂળનામ માનતુંગ રાખ્યું, ગુરૂના આદેશથી તેઓએ નાડોલ જઈ, માનદેવસૂરિ પાસે વધુ અભ્યાસ કર્યો, ત્યાંથી માનતુંગસૂરિ ઉજયિનીમાં આવ્યા, ત્યાંને વૃદ્ધ ભોજરાજા વિદ્વાનપર પ્રેમવાળે હતું તેને પ્રતિબ, તેને એક મયુર નામે માનીતે પંડિત હતું, તેને એક ઉત્તમ રૂપવાન પુત્રી હતી, તે ત્યાંના એક બાણુનામે બ્રાહ્મણને પરણાવી હતી, તે એક દિવસે પિતાના પતિ સાથે કલેશ થવાથી રીસાઈ પિતાના ઘરે આવી, ત્યારે પિતાએ ઠપકે દેવાથી તેને શાપ આપે તેથી તે કુણી થયે, તે બાણુના પેર્યાથી રાજાએ રેગથી મયૂરને સભામાં