________________
(૭૩) નાડેલા-અહિંયાં ચાર દેરાસરે છે રમણીય છે, એકવીશમા પટ્ટધર શ્રીમાનદેવસરિયે લધુશાંતિ અહીયાં બનાવી હતી.
નાડેલાઈ–અહીંયા અગીયાર દેરાસરે છે, તેમાં નવ દેરાસરે ગામમાં છે, અને બે ગામ બહાર છે, અહીં નેમિનાથને ગેડ પાર્શ્વનાથજી પ્રસિદ્ધ છે.
સાદરી–અહિયાં ચાર દેરાસરે છે, મુખ્ય દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું છે. બાકી ત્રણ બીજા છે.
પાલી–મારવાડ) અહિં નવલખા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે, તે સિવાય બીજા મંદિર તથા ઊપાશ્રય અને એક મોટી ધર્મશાળાં, તેમ એક સારે જ્ઞાનભંડાર છે.
જીરાવલા–તે મઢારથી દશ ગાઉના આશરે છે, ફરતી પર દેરી છે, મૂળનાયક પાર્શ્વનાથજીના સ્થાને હાલ શ્રી નેમિનાથજી બિરાજમાન છે. મંદિરની બાજુમાં એક ઓરમાં નાના પાશ્વનાથજી છે. બાકી બધી દેરીઓ ખાલી છે.
ફ્લોધી–તે જોધપૂર રાજ્યના મેડતાથી ચાર ગાઉ થાય છે, મૂળનાયક શામળા પાર્શ્વનાથજી છે, તે શ્રી શ્રીમાળી ધુંધલકુમારની ગાય દરરોજ બોર તળે દુધ ઝરતી હતી, તેની ખબર તેને પદ્ધ અને સ્વપ્ન આવ્યું તેથી તે સ્વપ્ના પ્રમાણે જમીનમાંથી સં. ૧૧૮૧ ની સાલમાં પ્રગટ થયા, તેને મંદિર કરાવરાવી સં. ૧૨૨૧ માં પ્રતિષ્ઠા કરી પધરાવ્યા છે, કેટ બહાર એક ચૌમુખજીનું મંદિર છે, અહીં આસો સુદી ૧૦ મેળો ભરાય છે.
જેસલમેર–અહી આઠ મંદિર કીલ્લા ઊપર છે, અને નવ મંદિર ગામમાં એમ કુલ ૧૭ મંદિર છે, તેમ કુલ પ્રતિમાજી પાંસઠ સડસઠ સો છે, એક જુને પુસ્તકોને ભંડાર છે.
વિકાનેર–અહી આશરે પાંત્રીશ મંદિર છે, વિકાનેરને વિકાજીરાવે ૧૪૫૦ પછી વસાવ્યું કહેવાય છે, અહી શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં છે. પુસ્તક લખનાર લહીયા અહી ઘણા છે, સુતરની નવકારવાળી વીગેરે ધર્મના ઉપકરણે સારાં મળે છે.
૧ તીર્થમાળને સ્તવનમાં છે કે, (નાડોલાઈ જાદવે ગેડી સ્તરે-) તે આ તીર્થ