________________
(૧૬૨) તે સિવાય ત્યાં એક ગુરૂમંદિર પણ છે, તેમ ઉપાશ્રય-ધર્મશાળાદિ વિગેરે પણ છે.
ઘોઘા–આ પ્રતિમાજીના નવ કકડા જમીનમાંથી નીકળેલા, તેને ઘઉંની કેરી લાપસીમાં રાખવા સ્વપ્ન આપેલ, તે પ્રમાણે કરતાં કાઢતાં ભુલથી એક દિવસ અગાઉ કઢાયા, તેથી હાલ પણ સહેજ સાંધા દેખાય છે, ત્યારથી નવખંડા એવું નામ થયું. ઘઘા ભાવનગરથી પાંચ ગાઉ થાય છે.
પંચતીર્થી–ઘઘા, તળાજા, મહુવા, ડાઠા અને કુંડલાઆ પાંચે ગામની પંચતીથી ગણાય છે.
ભાવનગર–અહીં ૪ શિખરબંધી અને ૩ ઘર દેરાસર છે. પ્રતિમાજી-દેરાસર વિગેરે રમણીય છે. અહીં ઉપાશ્રયે, ધર્મશાળાઓ તેમજ જૈનધર્મ પ્રસારક સભા તથા આત્માનંદ સભા વિગેરે પુસ્તક પ્રચારક ખાતાં, તેમ બીજી પણ ધાર્મીક સંસ્થાઓ છે.
શ્રીગીરનાર–અહિંયા શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક (દીક્ષા,કેવળ, મોક્ષ) થયા છે, તેમ નેમિનાથજીની, માનસંગ ભોજરાજની, મેકરવશીની, સગરામ સોનીની, સંપ્રતિ રાજાની, કુમારપાળ રાજાની, વસ્તુપાળ-તેજપાળની આદિક ટુંકે, તેમ તે શિવાય પણ ઘણું મંદિરે છે, અહિયાં વિજયનીતિસૂરીશ્વરના ઉપદેશથી જીર્ણોદ્ધારનું કામ સારૂ ચાલે છે.
જુનાગઢ–અહિં એક શિખરબંધી અને એક ગોરજીનું એમ બે મંદિર છે, વિવિધ તીર્થકલ્પમાં લખ્યા પ્રમાણે સં. ૧૧૮૫ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું શ્રી નેમિશ્વર ભગવાનનું મંદીર જુનાગઢ પાસે છે. તેજલપુરમાં તેજપાળનું બંધાવેલું સ્વપિતા આશરાજ-વિહાર નામનું શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે.
વંથળી–અહિં એક દેરાસર પ્રથમનું અને એક તે પચ્ચી. શેક વર્ષ ઉપર એક મુસલમાનના ખેતરમાંથી નીકળેલ શ્રી
૧ અહીંયા બે દેરાસર, ઉપાશ્રયે, ગુરૂ મંદિર વિગેરે છે. જાવડશાના પિતા ભાવડશાને આ ગામ બક્ષીસ મળ્યું હતું તે.