________________
(૧૪) કચ્છ-ભદ્રેશ્વર–આ પર દેરીનું ઘણું જ જુનું શિખરબંધી દેરાસર છે. અહીં મહાવીરનિર્વાણ પછી ૨૩ વર્ષે દેવચંદ્ર શ્રાવકે દેરાસર બંધાવી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીને પધરાવેલ. તે શ્રી જંબુસ્વામીને વખત હતો. તે ઘણાકાળે બધી પ્રતિમાજીને બાવાલોક લઈ ગયા હતા, ત્યાં એક ગેરજીએ આવી તપાસ કરતાં માલમ પડવાથી તે લેકેથી મિત્રાચારી કરવાથી મહાવીરસવામીની પ્રતિમાજી મળ્યા, તેને પધરાવ્યા. પછી પાછળથી મૂળ પાર્શ્વનાથજી પણ મળ્યા, તે હાલ પાછળના ભાગમાં પધરાવ્યા છે. અહીં ધર્મશાળા છે, વર્ષમાં બે વખત મેળો ભરાય છે.
માંડવી–અહિયાં એક બંદર ઉપર અને ત્રણ શહેરમાં મળી ચાર મંદિર છે, ગામમાં ધર્મશાળા ઉપાશ્રય વિગેરે છે, કચ્છમાં આથી મેટું કોઈ શહેર નથી.
સુથરી–અહિયાં ચાર દેરાસર છે, તેમાં ધૃતકલેલ પાર્થ નાથજીનું જુનું તીર્થ છે. ઉતરવાને ભવ્ય ધર્મશાળા છે. દરસાલ કતિકી પૂનમે મેળો ભરાય છે.
પંચતીથી–સુથરી, નળીયા, તેરા, જખો અને કોઠારા આ પાંચની પંચતીર્થી પણ કહેવાય છે.
મદ્રાસ-અહિંયાં ત્રણ મંદિર છે. શ્રાવકના આશરે ૩૦૦ ઘર છે, તેમ અહિયાં ઉપાશ્રય, ધર્મશાળાદિક પણ છે.
હૈદ્રાબાદ-દક્ષિણ–અહિયાં ચાર મંદિર છે. શ્રાવકેની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. ઉપાશ્રય ધર્મશાળાદિક છે. - કુલપાકતે હૈદ્રાબાદના આલેર સ્ટેશનથી બે ગાઉ છે. વિવિધ તીર્થકલ્પમાં આ મંદિર વિક્રમ સં. ૬૮૦ માં બંધાયું લખ્યું છે, તેમાં આદીશ્વર ભગવાનની શ્યામરંગની મૂત્તિ રાા હાથની છે, તેમને માણિકયપ્રભુ પણ કહે છે. બીજા એક પીરેજા રંગના મહાવીરસ્વામી બાજુમાં છે. રંગમંડપના એક સ્થંભ ઉપરના લેખમાં લખ્યું છે કે, વિક્રમ સં. ૧૬૬૫ માં આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો છે, તેમાં વિજયસેનસૂરિનું નામ છે. ફરીથી સં. ૧૭૬૮ માં અને ત્યારપછી સં. ૧૯૬૫ માં હૈદ્રાબાદના શ્રાવકોએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે.