________________
થોડાક તીર્થોનું સામાન્ય વર્ણન.
શ્રી શજય–આ તીર્થ પ્રાયે શાશ્વતું કહેવાય છે, અહીંયાં અનંતા સાધુ સિદ્ધિપદને વર્યા છે, ચૌદ ક્ષેત્રમાં આના જેવું કંઈ તીર્થ નથી, આ ગિરિના ૧૦૮ નામ, ૨૧ નામ, અહીં આવેલા સશે, અહીં થયેલ અને થવાના ઉદ્ધારે, તીર્થયાત્રા ફળ, તીર્થતપફળ, ઉપર કુલ પ્રતિમાઓ કેટલી છે. અને નવે ટંકનું કાંઈ વર્ણન વિગેરે આ પુસ્તકના પહેલા અને આ પાંચમા ભાગમાં જણાવી ગયા છીએ, તે ત્યાંથી જોઈ લેવું.
ગિરિની તળેટી–અહીં બાબુ ધનપતસિંહજીનું બંધાવેલ પર દેરીનું શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર રમણિય છે.
પાલીતાણુ–અહીંના દેરાસરે ૧ માધવલાલ બાબુમાં સુમતિનાથનું, ૧ જસકેરમાં પાર્શ્વનાથનું, ૧ નરસીનાથામાં ચંદ્રપ્રભુનું, ૧ મેતીસુખીયામાં આદીશ્વરનું, ૧ વીરબાઈમાં મહાવીરસવામીનું, ૧ નરશી કેશવજીમાં ચૌમુખજીનું, ગામમાં દીવના વાણીયે, દેરાસર બંધાવી સં. ૧૮૧૭ મહાસુદ ૨ આદીશ્વર ભગવાન પધરાવેલનું, ૧ ગેજીનું, ૧ ગરજીની પિશાળનું મળી નવ દેરાસર છે. અને કુલ ૪૦ ધર્મશાળાઓ છે.
કદગિરિ–આ શ્રી ગિરિરાજની એક ટુંક છે. અહીં સં. ૧૯૮૯ ના ફાગણ સુદ ૩ ના રોજ ગામમાં એક ફરતી દેરીનું મંદિર બનવરાવી મૂળનાયક શ્રી મહાવીર સ્વામી વિગેરે વિજયનેમિસૂરિ હસતક પ્રતિષ્ઠા થઈ પધરાવ્યા છે તેમ ગિરિરાજ ઉપર મટા શ્રી આદીશ્વર ભગવાન પધરાવવા હાલ મંદિર થાય છે.
તાલધ્વજ–અહીં ગામમાં એક દેરાસર છે, અને ગિરિરાજ ઉપર છેક એક સુમતિનાથ ભગવાનની દેરી, તેમ બીજી દશ દેરીયો છે, ને વચમાં અમદાવાદના શેઠ હઠીભાઈના કુટુંબના લમીબાઈએ ત્રણ શિખરનું મંદિર બંધાવી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી અને શેયરામાં શેઠ લાલભાઈ ભોગીલાલે શ્રી આદીશ્વરજી પધરાવ્યા છે,