________________
( ૭ ) ટાવીને એક ભાગ રહે તે તીઠાણી કટુતમ કહીયે, અને રસના ચાર ભાગ કરી ત્રણ અવટાવીયે અને એક ભાગ રહે તે ચૌઠાણ અત્યંત કકટુતમ કહી-એ જ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીને મધુર રસ પણ જાણી લે.
કર્મના બંધનો ખુલાસે. દ્રવ્યબંધ ને ભાવબંધ-આત્માના પ્રદેશ સાથે કમ પુગલનું જે માંહમાંહે ખીરનીરની પેઠે મળવું તે દ્રવ્યબંધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કર્મ બંધાય તે ભાવબંધ જાણ.
બંધના ચાર ભેદ-માદકના દ્રષ્ટાંતે. પ્રકૃતિબંધ-જેમ સુંઠ પ્રમુખ પદાર્થ નાખીને કરેલ મોદક વાયુનું હરણ કરે છે, જીરૂં પ્રમુખ વસ્તુ નાખી કરેલ મેદક પિત્તનું હરણ કરે છે ઈત્યાદિક દ્રવ્યે કરેલ વાત, પિત્ત કફાદિક રેગનું હરણ કરે છે તે તેને સ્વભાવ જાણ.
સ્થિતિબંધ-જેમ તે મોદકનું પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ સુધી રહેવાનું કાળમાન હોય તેને સ્થિતિ કહીયે, તેમ કઈ કર્મ જઘન્યથી અંતર્મુહૂર્ત અને કઈ કર્મ ઉત્કૃષ્ટતા સીતેર કડાકી સાગરેપમ પ્રમાણે રહે. તે સ્થિતિની વચમાં જે કર્મ જેટલી રહેવાની રિથતિ બાંધ્યું હોય તે તેટલે કાળ રહે તેને કાળના નિશ્ચય કરવારૂપ સ્થિતિબંધ કહીએ.
અનુભાગબંધ તે માદક કઈ મીઠે, કેઈ કડ, કેઈ તીખે હોય છે તેમજ કોઈ માદકને એક ઠાણી રસ, કેઈને બે ઠાણીયે રસ હોય છે ઇત્યાદિક અનેક પ્રકારે અલ્પ-વિશેષત્વ હોય છે તેમ કેઈ કમને શુભ તીવ્ર-મંદ વિપાક હોય છે, અને કઈ કર્મને અશુભ તીવ્ર-મંદ વિપાક હોય છે. જેમ શતાવેદનીયાદિક કર્મમાં કઈકને શુભ રસ અલ્પ હય, અને કેઈકને શુભરસ ઘણે હેય તેને ત્રીજો અનુભાગબંધ કર્મને રસરૂપ જાણુ.