________________
ધર્મધ્વજ સિદ્ધસેન મહાસેન રવિમિત્ર,
સત્યસેન શ્રીચંદ્ર ને મહેંદ્ર પ્રમાણીએ, સ્વયંજળ દેવસેન સુવ્રત અને જિતેંદ્ર,
સુપાર્શ્વને સુકેશળ અનંતને જાણીએ; વિમળ અજિતસેન છેલ્લા જિન અગ્નિદત્ત,
ઐરાવતે ભાવી જિન લલિત તે માનીએ. ૨
સહસકૂટાંતર્ગત ૧૦૨૪ તીર્થકરની સમજ. સહસ ફટમાં–૧૨૪ પ્રતિમા હોય છે, તે કયા કયા પ્રભુની છે?
અને સર્વે કેવી રીતે થાય છે, તેની સમજ નીચે પ્રમાણે જાણવી. ૭૨૦ પાંચ ભરત ને પાંચ ઐરવત એ દશે ક્ષેત્રની અતીત, વર્તમાન,
ને અનાગત એમ ત્રણ ત્રણ ચોવીશીના ગણતાં ૩૦ ચોવીશીના
૭૨૦ તીર્થકર થાય. ૧૦. ઉત્કૃષ્ટ કાળ કે જે અવસર્પિણીમાં ચોથા આરાના મધ્યમાં
અને ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના મધ્યમાં આવે છે, જે વખતે મનુષ્યની સંખ્યા સર્વકાળ કરતાં વિશેષ હોય છે, તે વખતે પાંચ ભરત ને પાંચ એરવતમાં એકેક તીર્થકર વિચરતા હાયતદુપરાંત પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં દરેકે એકેક તીર્થકર વિચરતા હોય તે પ્રમાણે આ અવસર્પિણના ચોથા આરાના મધ્યમાં શ્રી અજિતનાથજી વિચરતા હતા ત્યારે થયા
હતા તે. ૧૬૦ ૨૦ વિહરમાન તીર્થકરે-જે વર્તમાનકાળે પાંચવિદેહમાં થઈને
વિચરે છે તે. ૨૦ ૧૨૦ ભરતક્ષેત્રની વર્તમાન વીશીના ૨૪ તીર્થકરેના પાંચ પાંચ
કલ્યાણકની મૃત્તિઓ. ઊપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે, પણ તેને સિદ્ધાવસ્થાની ગણીને આ ૧૨૦ બીજી મુકેલ હોય છે, આ મૂત્તિઓ અંજનશલાકાની જેમ જુદા જુદા આકારની હેવા સંભવ છે, છતાં સહઅફટમાં તે એક સરખા આકારની જ કરવામાં આવે છે, આ ૧૨૦ નામ જુદા