Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્માઓ જ્ઞાનઝરણાઓથી આત્મરૂપવાડીને વિકસિત કરશે, ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરને જે સમાજ ઉત્થાન માટે કેઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છે. આવા સમર્થ વિદ્વાન પાસેથી સંપૂર્ણ કાર્ય પુરું કરાવશે તેવી આશા છે.
એજ લિ. બરવાળા સંપ્રદાયના વિદુષી
મહાસતીજી મોંઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી. ખેડદાસ ગણેશભાઈ–ધંધુકા
સ્થાનક્વાસી જૈન સંઘના પ્રમુખ
અઘતન પદ્ધતિને અપનાવનાર વડોદરા કેલેજના એક વિદ્વાન
છેફેસરને અભિપ્રાય સ્થાનકવાસી સંપ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જેનશાના સંસ્કૃત ટીકાબદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાતર કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છે. શા પૈકી જે શાસ્ત્ર પ્રસિદ્ધ થયાં છે તે હું જોઈ શકો છું, મુનિશ્રી પિતે સંસ્કૃત, અર્ધમાગધી હિંદી ભાષાઓના નિષ્ણાત છે. એ એમને ટુંક પરિચય કરતાં સહજ જણાઈ આવે છે. શાનું સંપાદન કરવામાં તેમને પિતાના શિષ્ય વર્ગને અને વિશેષમાં ત્રણ પંડિતેને સહકાર મળે છે. તે જોઈ મને આનંદ થયે. સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસરોએ પંડિતેને સહકાર મેળવી આપી,મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે. સ્થાનિક વાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે, તે દિગંબર મૂર્તિપૂજક શ્વેતાંબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતાં હું વિરોધના ભય વગર કહી શકું. પૂ. મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે. સંસ્કૃત સ્પષ્ટીકરણે સારાં આપવામાં આવ્યાં છે, ભાષા શુદ્ધ છે એમ ચોક્કસ કહી શકું છું. ગુજરાતી ભાષાંતરે પણ શુદ્ધ અને સરળ થયેલાં છે. મને વિશ્વાસ છે કે મહારાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જનસમાજ ઉત્તેજન આપશે અને શાના ભાષાંતરને વાચનાલયમાં અને કુટુંબમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે. પ્રતાપગજ, વડોદરા
કામદાર કેશવલાલ હિંમતરામ તા. ૨–૨–૧૫૬
શ્રી નન્દી સૂત્ર