Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“રાજા” ઈત્યાદિ. ક્ષમાપન કરાયેલા જુના શાન્તિ પામેલા કલેશને પાછા ઉઘાટન કરવાવાળા (ઉભારવાવાળા) મુનિ અસમાધિ દેષના ભાગી થાય છે. શાંત ફલેને પાછા ઉભારવાવાળા અત્યન્ત કલુષિત ભાવને ઉત્પન્ન કરે છે. આત્મસ્વરૂપની વિરૂદ્ધ થઈને મિત્ર ભાવને ત્યાગ કરે છે. સમ્યક્ શ્રદ્ધાનું અવલંબન કરાવવાવાળી પરમશાંતિને દૂર કરે છે. રત્નત્રયની સમાધિને ત્યાગ કરે છે. ધર્મશુકલ ધ્યાનથી આત્માને નીચે પાડે છે. (આત્માનું પતન કરે છે) આ રૌદ્ર સ્થાનનું સેવન કરે છે. નરક આદિ કુમતિ કરાવવાવાળાં બાલવીર્યનું પ્રકાશન કરે છે, તથા તે પંડિતવીર્યથી વંચિત થઈ અપાર સંસારસાગરના આવર્ત (ફે) માં ડૂબી જાય છે. (૧૩)
ગા ઇત્યાદિ શાસ્ત્રની મર્યાદામાં જે કહેવામાં આવ્યું છે “પૌરૂષ્યાદિરૂપ” સમય તેને “કાલ” કહે છે. તેનાથી વિરૂદ્ધ તે અકાલ કહેવાય છે, તેમાં સ્વાધ્યાય કરવાવાળા, હીન (અધુરું) કે વધારે અક્ષર ઉચ્ચારણ કરવાવાળા અસમાધિદેષ ભાગી થાય છે.
અસ્વાધ્યયમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનને અવિનય, લોકવિરૂદ્ધ વર્તાન, ક્ષુદ્ર દેથી ઉત્પન્ન ઉપસર્ગ આદિ અનેક દેષની સંભાવના થાય છે. જેમકે સારી રીતે પાણી
પાવા છતાં પણ વૃક્ષ લતા ગુલ્મ આદિ પિતાની ઋતુમાં જ ફળ આપે છે અકાલમાં ફિલ આપે તે હાનિકારક હોય છે. અકાલમાં જે મેઘની વૃષ્ટિ થાય તે પણ હિતકારક થતી નથી, તથા અકાલે વાવેલું બીજ સારાં ફલ દેવાવાળું થઈ શકતું નથી. એવી જ રીતે આ સ્વાધ્યાય પણ શાસ્ત્રવિહિત કાલમાં જ કરવામાં આવે તે પ્રશસ્ત ફલ દેવાવાળું થાય છે.
આ પ્રસંગે અસ્વાધ્યાયનાં નામ કહે છે, અર્થાત્ કયા કાલમાં સ્વાધ્યાય ન કરે. જોઈએ તે બતાવે છે -
(૧) જ્યારે ઉલકાપાત થાય-વારા ખરે ત્યારે એક પ્રહર સુધી અસ્વાધ્યાય રાખે; ભૂકંપને પણ અમાંજ અન્તર્ભાવ છે. (૨) જ્યાં સુધી દિશા લાલ રંગની હોય ત્યાં સુધી. (૩) મેઘગર્જના જે થાય તે એક પ્રહર સુધી. (૪) વીજળી ચમકે તે એક પ્રહર સુધી. (૫) વીજળી પડે તે આઠ, બાર કે સોળ પ્રહર સુધી. (૬) યુપકમાં અર્થાત્ સંધ્યાને પ્રકાશ અને ચંદ્રના પ્રકાશનો જે સમયે મિશ્રભાવ થાય તે સમયે, તાત્પર્ય એ છે કે-સુદ પક્ષની એકમ તિથી આદિ ત્રણ તિથીઓમાં રાત્રિના પહેલા પહેરમાં અસ્વાધ્યાય રહે છે, જેને બાલચંદ્રની અસ્વાધ્યાય કહે છે. (૭) યક્ષદીપ્તકમાં અર્થાત્ યક્ષચિહઆકાશમાં થોડી થોડી વારે વિજળી જે પ્રકાશ આપતું દેખાતું હોય ત્યારે, જ્યાં સુધી
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર