Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રક્રિયાઇ સી ' ઇત્યાદિ, જાણી જોઈને સચિત્ત પાણીથી ભીંજાએલા હાથ પાત્ર તથા કડછી આદિથી ગ્રહણ કરેલાં અશન, પાન, ખાદ્ય સ્વાદ્ય, એ ચાર પ્રકારના આહારને ભેગા કરવાવાળા શબલ દેશના ભાગી થાય છે. (સૂ) ૨૧)
ઉપસંહાર કરતાં કહે છે- “ry ઈત્યાદિ.
હે જબૂ! આ પૂર્વદતિ એકવીસ શબલ સ્થવિર ભગવાને જે પ્રકારે કહ્યાં છે તેજ પ્રકારે હું તને કહું છું. (સૂ) ૨૨)
મુનિહર્ષિણ ટીકાના ગુજરાતી અનુવાદમાં “રાવો ” નામનું
બી નું અ ય ન સમાપ્ત થયું (૨)
શબલદોષોં કા વર્ણન
ત્રીજુ અધ્યયન બીજા અધ્યયનમાં એકવીસ પ્રકારના શબલ દોષ કહ્યા છે. તે જેમ ચારિત્રને દૂષિત કરે છે અને સમાધિના પ્રતિબંધક છે તેવી જ રીતે રત્નત્રયના આરાધક આચાર્ય અથવા ગુરુઓની કે એવા પર્યાયજયેષ્ઠોની આશાતના કરવાથી તે આશાતના પણ ચારિત્રને મલિન કરીને સમાધિનો નાશ કરે છે, તે આશાતનાઓના પરિત્યાગથી સમાધિમાર્ગ નિષ્કટક થઈ જાય છે. આશાતનાનો ત્યાગ કરવામાં તેના જ્ઞાનની આવશ્યકતા છે. તેથી પ્રથમ તથા દ્વિતીય અધ્યયનનો સંબંધ જાળવી રાખતાં આ આશાતના નામનું ત્રીજું અધ્યયન કહે છે. તેનું આ પ્રથમ સૂત્ર છે-“છે ઈત્યાદિ.
હે આયુમન ! શિષ્ય ! મેં ભગવાનના મુખથી સાક્ષાત્ સાંભળ્યું છે. તે ભગવાને હવે કહેવામાં આવશે તે પ્રકારે પ્રતિપાદન કર્યું છે. આ તૃતીય અધ્યયનમાં સ્થવિર ભગવન્તએ તેંત્રીસ આશાતનાઓનું નિરૂપણ કર્યું છે, જેના દ્વારા જ્ઞાનાદિ ગુણ સર્વથા નષ્ટ થઈ જાય છે તેને આશતિના કહે છે. તે આ પ્રકારે છે. – (સૂ ૧)
તે ? ઇત્યાદિ
જે સૂવપઠનરૂપી ગ્રહણ શિક્ષા, તથા પ્રતિલેખનાદિ સાધુના આચારપાલન રૂપી આસેવનાશિક્ષા ભણે છે, અથવા શિક્ષાને ચગ્ય હોય તે શિક્ષ-શિષ્ય કહેવાય છે. જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપી ત્રણ રત્નવાલાને રાત્વિક કહે છે. આચાર્ય આદિ ગુરૂ તથા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૨૧