Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારે નિર્મલ બુદ્ધિવાળા, ઉકતરૂપ દૃષ્ટિવાળા, અહીં દષ્ટિને અર્થ તત્વશ્રદ્ધાનરૂપ છે. એવા પ્રકારના અભિપ્રાય–પ્રેમ–અને બુદ્ધિવાળે થતાં પણ જે તે આસ્તિકવાદી રાજ્ય વિભવ પરિવાર આદિની મહાઈચ્છાવાળા અને મહાઆરંભવાળે થાય તે તે મહાઆરંભી મહાપરિગ્રહી થઈને નરક સુદ્ધામાં જાય છે. ત્યાંથી નિકળીને એક જન્મથી બીજા જન્મમાં, અને એક મૃત્યુથી બીજા મૃત્યુમાં, એક દુ:ખથી બીજા દુ:ખમાં જાય છે. તે નરકમાં પણ ઉત્તરગામી નૈરયિક તથા શુકલપાક્ષિક થાય છે. તે દેશ—ઊન અર્ધ પુદ્ગલપરાવર્તનથી અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે અને જન્માન્તરમાં સુલભબેધિ થાય છે. અર્થાત જિનધર્મને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે કિયાવાદીનું વર્ણન થયું. (સૂ. ૧૭)
હવે શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું વર્ણન કરતાં સૂત્રકાર પ્રથમ પ્રતિમાનું વર્ણન કરે છે–સવમૂહ ઈત્યાદિ.
ઉપાસક પ્રતિમાકા વર્ણન
પહેલી ઉપાસકપ્રતિમામાં ઉપાસકને ક્ષાતિ આદિ સર્વ ધર્મોમાં પ્રીતિ થાય છે. અહીં “ચકાર વાકયાલંકારમાં છે “અપિ” શબ્દથી ધર્મમાં દઢતા અને સદ્દગુણેમાં રૂચિવાલે અર્થ થાય છે, પરંતુ તે ક્રિયાવાદી ઉપાસકમાંના ઘણા શીલ, વ્રત, ગુણ, વિમરણ, પ્રત્યાખ્યાન, પોષધોપવાસ આદિ ગ્રહણ કરેલા હોતા નથી. “શીલ’ શબ્દ સામાયિક, દેશાવકાશિક, પિષધ, અતિથિસંવિભાગ એ ચાર માટે વપરાય છે વ્રતથી પાંચ અણુવ્રત. “ગુણથી ત્રણ ગુણવ્રત લેવાય છે, વિરમણથી મિથ્યાત્વથી નિવૃત્તિ કરવી, પ્રત્યાખ્યાન પર્વ દિવસમાં નિષિદ્ધ વસ્તુનો ત્યાગ કરે. પિષ પવાસ="nts ઘરે એ વ્યુત્પત્તિથી ધમની વૃદ્ધિને જે કરે છે તે પિષધ કહેવાય છે. અર્થાત ચતુર્દશી, અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા આદિ પર્વ દિવસમાં અનુષ્ઠાન કરવા યંગ્ય વ્રતને પિષધ કહેવાય છે. તે આહારત્યાગ (૧) શરીરસત્કારત્યાગ (૨) બ્રહ્મચર્ય (૩) અને
વ્યાપાર (૪), એવા ભેદથી ચાર પ્રકારના છે. એવા નિયમરૂપી પિષધમાં અથવા પિષધની સાથે જે ઉપવાસ થાય તેને પિષધેપવાસ કહેવાય છે. એ બધાં તેમનાથી સર્વથા થતાં નથી. આ પ્રકારે પ્રથમ પ્રતિમાધારી દર્શનશ્રાવક થાય છે. સમ્યકૂશ્રદ્ધાનરૂપ આ પ્રથમ ઉપાસકપ્રતિમા એક માસની થાય છે (સૂ ૧૮).
હવે બીજી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે–ત્રાવ રોકવા ઈત્યાદિ.
બીજી ઉપાસકપ્રતિમા–વતપ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે.–બીજી પ્રતિમાવાળા શ્રાવકની ક્ષાન્તિ આદિ સર્વ ધર્મમાં રૂચિ થાય છે. અને તે શીલવત આદિને સમ્યકરૂપથી ધારણ કરે છે. પરંતુ તે સામાયિક અને દેશાવકાશિકનું સમ્યફ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર