Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવે છે—આ સર્વાધ વિષયક રૂચિવાળા હોય છે. વળી દૃિષ્ટ ભકત (આહાર) ના પરિત્યાગ કરે છે. અસ્ત્રાથી મુંડન કરાવે છે અથવા કેશનું સુચન કરે છે. તે સાધુ જેવા આચાર અર્થાત્ સાધુના સમાન આચાર અને વેષ વસ્ત્ર પાત્ર અને ચથાકલ્પ દ્વારાની સાથે મુખવસ્તિકા, રજોહરણ અને પ્રમાકિા, ચદર ચાલપટ્ટ, શય્યા, સ ંસ્તારક, આદિને ધારણ કરીને શ્રમણ નિત્થાને માટે ભગવાને જેવા ધર્મ ખતાવ્યા છે તેવા ધર્મનું સભ્યતા કાયથી સ્પકરતા અને પાલન કરતા ચાલતી વખતે આગળ યુગ્યમાત્રઝુસરા પ્રમાણ ભૂમિને જોતા દ્વીન્દ્રિય આદિ પ્રાણિઓને જોઇને પગને જીવની રક્ષા માટે ઉપાડી લેતા ચાલે છે. અર્થાત્ જીવની રક્ષા માટે પગને સંકુચિત કરીને ચાલે છે, અને આડા અવળા થઇને ચાલે છે. કિન્તુ જીવવાળા માર્ગ પર સીધા ચાલતા નથી. આ વિધિ ખીજો માર્ગ ન હોય ત્યારે પ્રયત્નશીલ થઈને કરે, અગર જીવહિત ખીજે મા હાય તા ઇર્યાંસમિતિને અનુસરી ખીજા માર્ગોથી ચાલે અર્થાત્ જે પ્રકારે જીવરક્ષા થાય એવી રીતે ચાલવું જોઇએ. આ પ્રતિમાધારી શ્રાવક શ્રમણભૂત-સાધુ જેવા હાય છે, કિન્તુ તેને કેવલ જ્ઞાતિથી પ્રેમબન્ધનના વ્યવચ્છેદ હેાતા નથી, તે સ્વજ્ઞાતિમાંજ ભિક્ષાવૃત્તિને માટે જાય છે. ( ૦ ૨૮ )
હવે પ્રતિમાધારીને સ્વજ્ઞાતિમાં ભિક્ષાવિધિ કેવા પ્રકારે કરવી જોઇએ તે કહે છે ‘પુણ્ય નું મે’ ઇત્યાદિ.
પ્રતિમાધારી ઉપાસક સ્વજ્ઞાતિમાં ગૃહસ્થને ઘેર જ્યારે ભિક્ષા લેવાને જાય ત્યારે ઉપાસકના ત્યાં ગયા પહેલાં ગૃહસ્થના ઘરમાં ચાખા રધાઇ ગયા હોય અને દાળ ઉપાસકના આવ્યા પછી બનાવાતી હોય તે ઉપાસકે એમ કરવું જોઇએ કે ભાતજ લઈ લીએ, દાળ નહીં અગર ગૃહસ્થના ઘેર ઉપાસક પહોંચ્યા પહેલાં જો દાળ રધાઇ ગઇ હાય અને ચાખા ઉપાસક આવ્યા પછી રંધાતા હોય તા માત્ર દાળજ લેવી જોઇએ, ભાત નહીં. કેમકે તેમાં અધ્યવપૂરક (અન્નોય) આદિ દોષની સભાવના થાય છે. અને પૂર્વીયુકત (પ્રતિમાધારી જવા પહેલાં રંધાયેલ) લેવાય છે તેમાં દોષની સ ંભાવના નથી. જો તેના આવ્યા પહેલાં બેઉ દાલ તથા ચાખા પૂર્વીયુકત હાય અર્થાત્ પૂર્વે ૫કાવેલાં હાય તા બેઉ લેવાય છે. અને જો પ્રતિમાધારીના આવ્યા પછી એઉ ખનાવ્યાં હાય તા બેઉ ન લેવાં જોઈએ. તેમાં મ આદિ દેષની સંભાવના રહે છે. અહી એક વાત સારી રીતે સમજવી જોઇએ કે પ્રતિમાધારીનું ભિક્ષા માટે આગમન નકકી થયેલ હાય અને તે નિશ્ચય પછી જો દાળ, ભાત અથવા એઉ રાંધ્યા હોય તે તે ન લેવા જોઈએ. ( સૂ૦ ૨૯)
હવે શ્રમણેાપાસકના ભિક્ષા-યાચનના પ્રકાર કહે છે.-તરસ પાં' ઇત્યાદિ.
તે ઉપાસકને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં આ પ્રકારે ખેલવું ક૨ે-“ હે ગૃહપતિ ! પ્રતિમાપ્રતિપન્ન શ્રમણાપાસકને ભિક્ષા આપે. ” એ પ્રકારે પ્રતિમાનું વહન કરતા તેને જોઇને જો કેાઈ પૂછે કે—‘ આયુષ્મન્ ! તમે કેાણ છે ?' ત્યારે તે કહે કે– ‘ હે દેવાનુપ્રિય ! હું પ્રતિમાધારી શ્રાવક છું. ' અર્થાત્ જો કોઇ ‘સ્વામીનાથ’ એમ કહીને વન્દના કરે તેા કહે કે‘હુ પ્રતિમાધારી શ્રાવક છુ.’ એ પ્રકારે પ્રતિમા વહન કરતા થકા તે જઘન્ય એક દિવસ એ દિવસ કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ અગીયાર માસ સુધી વિચરે છે. આ અગીયારમી પ્રતિમા અગીયાર માસની થાય છે. ૧૧ (સ્૦ ૩૦)
શ્રી
દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૬૭