Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રેણિક રાજાકા ભગવાનકો વન્દન કરનેકે લિયે જાના
રાજપુરુષોના નિવેદન કર્યા પછી શું થયું ? તે કહે છે-“ત્તા જે વિrg' ઈત્યાદિ.
પછી શ્રેણિક રાજા તે પુરુષ પાસેથી તે વૃત્તાંત સાંભળીને વિચારપૂર્વક હદયમાં અવધારણ કરીને હદયમાં હર્ષિત અને સંતુષ્ટ થયા અને રાજસિંહાસનેથી ઉઠયા. ઉઠીને તેમણે વંદના-નમસ્કાર કર્યા. જેણે ભગવાનનું આગમન નિવેદિત કર્યું હતું એ રાજપુરુષને સત્કાર તથા સન્માન કર્યું એટલે કે તેમને જીવનનિર્વાહયોગ્ય પ્રીતિદાન દઈને વિદાય કર્યા. ત્યાર પછી નગરરક્ષકને બોલાવ્યા અને તેમને કહ્યું કે-હે દેવાનુપ્રિયે! રાજગૃહને અંદર તથા બહાર સારી રીતે પાણી છાંટી અને સમાર્જિત કરી છાણ માટી આદિથી લીંપાવી દીએ. રાજાની આ આજ્ઞા મળતાં તે નગરરક્ષકે તે બધાં કાર્ય કરે દ્વારા કરાવીને “હે સ્વામિન! આપની આજ્ઞા પ્રમાણે નગર સુસજિત છે” એમ રાજાને નિવેદન કર્યું. (સૂ) ૭)
નગર સમ્માર્જન સિંચન ધાર્મિકરથ સર્જીકરણાદિ વર્ણન
ત્યાર પછી શું થયું તે સૂત્રકાર કહે છે-“તe i ?ઇત્યાદિ.
નગરનુ સંમાર્જન સેચન અને ઉપલેપન આદિ થઈ ગયા પછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવ્યું અને કહ્યું કે–હે દેવાનપ્રિય ! તમે જલદી જાઓ રથ, ઘોડા, હાથી અને દ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાને તૈયાર કરે. શ્રેણિક રાજાની આજ્ઞા થતાં બધી સેના તૈયાર કરીને સેનાનાયકે આવીને રાજાને નિવેદન કર્યું (સૂ૦ ૮)
હજી પણ ઉક્તવિષયનું પ્રતિપાદન કરે છે-“તા જે સે’ ઈત્યાદિ.
સેના તૈયાર થઈ ગયા પછી શ્રેણિક રાજાએ યાનશાલિકને લાવ્યું અને આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! જલદીથી ધાર્મિક=ધર્મક્રિયાના કામમાં આવતા રથને ઘોડા જેડાવી તૈયાર કરો મારી આ આજ્ઞાનું પાલન કરી મને ખબર આપે. ત્યાર પછી યાનશાલિક શ્રેણિક રાજાને ઉક્ત આદેશ સાંભળી હૃદયમાં હર્ષિત અને સંતુષ્ટ થતા જ્યાં યાનશાળા હતી ત્યાં ગયા અને યાન=રથને જોઈ ધૂળ આદિ ખંખેરીને તે સાફ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૯૪