Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપરાણું=સાય કાલે સ્નાન બલિકર્મ મીતિલક કૌતુક તથા દધિ અક્ષત દવ આદિ ધારણ કરતાં મંગલમય સર્વ અલંકારોથી વિભૂષિત થઈને અતિવિશાલ કુટાકારશાલા પર્વતના શિખરના આકારવાળી ઉન્નતશાલામાં અર્થાત્ મેટામેટા રાજભવનમાં જ્યાં સર્વ પ્રકારની સજાવટથી બિછાવેલ ઘણા વિસ્તૃત સિંહાસન પર બેસી આનંદનો અનુભવ કરે છે. જેના ભવનમાં આખી રાત દીપમાલા અથવા રત્નની તિ ઝગમગતી રહે છે, નિપુણપુરુદ્વારા વાગતાં વાજા તથા વિણ કરતાલ મેઘધ્વનિવાળા મૃદંગના મધુરધ્વનિયુકત નાટકને સ્ત્રી સમુદાય સાથે જોતાં અને સુંદર ગીત સાંભળતાં, મનુષ્યસંબંધી ઉત્તમ કામભોગને ભોગવતાં સુખમય જીવન વ્યતીત કરે છે. (સૂ) ૧૮)
વળી પણ કહે છે-“તરત જ ઇત્યાદિ.
તેઓ એક દાસને બેલાવે ત્યાં ચાર પાંચ દાસ પિતાની મેળે બોલાવ્યા વિના હાજર થઈ જાય છે, અને કહે છે કે સ્વામિન! કહો અમે શું કરીએ ? આપના માટે શું લાવીએ? તથા આ વસ્તુઓમાંથી કઈ વસ્તુ આપને અર્પણ કરીએ? આપને માટે કયું (શું ભેજન બનાવીએ? આપના હૃદયમાં શું ઇચછા છે? આપના મેઢે કઈ વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે? આ પ્રકારનાં સર્વે સુખને જોઈને નિન્ય નિદાનકર્મ કરે છે. (સૂ) ૧૦
નિર્ચથના નિદાનકર્મના વિષયમાં કહે છે-“ફૂમક્ષ' ઇત્યાદિ.
જે અમારું સારી રીતે આચરણ કરેલાં આ તપ નિયમ અને બ્રહ્મચર્યનું શુભ ફલ હોય તે આવા સુખ અમને પણ મળે. હે આયુમાન શ્રમણ ! આ પ્રકારે નિર્ચન્થ નિદાનકર્મ કરીને તે પાપસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાલ અવસરે કાલ કરીને રૈવેયક આદિ કોઈ એક દેવલેકમા દેવ પણ માં ઉત્પન્ન થાય છે. ત્યાં મહાસદ્ધિ મહાદીપ્તિશાલી ઉપરાંત ચિર સ્થિતિવાળા દેમા તે મહદ્ધિક અને ચિરસ્થિતિવાળ દેવ થાય છે. તે પાછે તે દેવકથી દેવસંબધી આયુ ભવ અને સ્થિતિને ક્ષય થઈ ગયા પછી તે દેવશરીરને ત્યાગ કરી મહામાતૃક ઉગ્ર તથા ભેગકુલેમાંથી કોઈ એક કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. (સૂ૦ ૨૦)
સૂત્રકાર વળી પણ વર્ણન કરે છે તે જ ઈત્યાદિ.
તે ત્યાં કામલ કર-ચરણવાલે સર્વગસુંદર બાલક થાય છે. પછી તે બાલભાવને છોડીને કલાનિપુણતા તથા યૌવન પ્રાપ્ત કરતાં પોતે પિતાની મેળે પિતૃક (કુલપરંપરાગત) સંપત્તિને અધિકારી બની જાય છે વળી પાછી પિતાના ભવનમાં પ્રવેશ કરતાં અથવા ભવનમાંથી બહાર નીકળવાના સમયે અનેક દાસ દાસીઓ હરસમય પૂછે છે કે અમે આપને માટે શું કરીએ ? કઈ (શુ ) વસ્તુ લાવીએ ? આ વસ્તુઓમાંથી કઈ વસ્તુ અર્પણ કરીએ ? તથા આપને ક પદાર્થ સારે લાગે છે ? ઈત્યાદિ. એ પ્રકારે છે : નિદાનનું ફળ ભેગવે છે. (સૂ૦ ૨૧).
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૦૦