Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે-હે ભદન્ત ! આ પ્રકારની સ્ત્રીને, તથારૂપશુદ્ધ આચારવાન શ્રમણ તથા માહણ કેવલિભાષિત ધર્મને ઉપદેશ આપે છે? ભગવાન કહે છે- હે ગૌતમ! ઉપદેશ આપે છે. ગૌતમ-શું તે ધર્મને સાંભળી શકે છે?
ભગવાન–હે ગૌતમ! સાંભળી શકતી નથી. તે ધર્મ સાંભળવાને ગ્ય નથી કેમકે તે મહાઈચ્છા, મહાઆરંભ અને મહાપરિગ્રહવાળી હોય છે. આથી મરી ગયા પછી તે નરકમાં દક્ષિણગામી નરયિક થાય છે અને જન્માન્તરમાં દુર્લભાધી થાય છે. હે આયુષ્માન શ્રમણે! એ આવા પ્રકારના નિદાનકર્મના પાપરૂપ ફલ-વિપાક છે, જેથી તે કેવલિભાષિત ધર્મને સાંભળી શકતી નથી. (સૂ૦ ૩૨)
ઇતિ તૃતીય નિદાન (૩)
નિગ્રંન્થિયોકે પુરૂષસમ્બન્ધી નિદાનકા વર્ણન
હવે ચોથા નિદાનકર્મનું વર્ણન કરે છે-“gવં રવ' ઇત્યાદિ.
હે આયુમાન શ્રમણ મેં ધર્મનું નિરૂપણ કર્યું છે. આ નિર્ચન્ય પ્રવચના સત્ય છે બાકીનું વર્ણન પૂર્વવત જાણવું. આનું આરાધન કરવાવાળા જીવ સિદ્ધિ મેળવે છે. તેથી સમસ્ત દુઃખેને અંત કરે છે જે ધમની શિક્ષાને માટે નિર્ચન્થી ઉપસ્થિત થઈને વિચરે છે, પહેલાં ભૂખ તરસ આદિ પરીષહેને સહન કરે છે, તેને જે મેહકર્મના ઉદયથી કામવાસના જાગૃત થઈ જાય તે પણ તે તપ સંયમમાં પરાક્રમ કરે છે તથા પરાક્રમ કરતાં જુએ છે કે-જે આ ઉગ્ર અને ભેગકુલના મહામાતૃક પુત્ર (વંશજ) છે તેમાંથી કઈ એકને પિતાના ભુવનમાં આવતાં તથા ભુવનમાંથી બહાર જતી વખતે અનેક નોકર ચાકર સેવામાં રહે છે તથા તેમની પાસે રહીને તેઓ દર સમય પૂછતા રહે છે કે-હે સ્વામિન્ ! આપની શું આજ્ઞા છે ? શું કરીએ ? શું લાવીએ ? કઈ વસ્તુ આપને રૂચિકર છે ? તેના એવા ઠાઠમાઠને જોઈને નિર્ચથી નિદાન કરે છે. (સૂ) ૩૩).
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૦૫