Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વળી એજ વાતનું વિશેષરૂપે વર્ણન કરે છે- ' ઇત્યાદિ.
તે શ્રાવક, જીવ અજીવ આદિ તને જ્ઞાતા થાય છે. વળી શ્રમણ તથા નિગ્રન્થને પ્રાસુક એષણીય આહાર પાણી આદિથી પ્રતિલાભિત કરતે વિચારે છે. એ પ્રકારે વિચરતે તે ઘણાં વર્ષો સુધી શ્રમણે પાસકપર્યાયનું પાલન કરે છે. રેગ આદિ ઉત્પન્ન થતાં કે ન થતાં પણ અનશન દ્વારા ઘણા ભકતનું છેદન અર્થાત્ બહુ દિવસ સુધી આહા૨ પાણીના ત્યાગરૂપ સંથારા કરે છે. અને અતિચાર આદિની આલોચના તથા પ્રતિક્રમણ કરી સમાધિયુક્ત તે શ્રાવક, કાલ અવસરે કાલ કરીને ગ્રેવેયક આદિ દેવલેકેમાંના કેઈ એક દેવલોકમાં દેવરૂપથી ઉત્પન્ન થાય છે. આ પ્રકારે, હે આયુષ્માન શમણે! તે નિદાનનું એ રીતનું પાપરૂપ ફલ એવું થાય છે કે જેથી આ નિદાન કરવાવાળા તે ગૃહસ્થભાવને ત્યાગ કરીને પ્રવ્રજિત થઈ શકતા નથી. અર્થાત નિદાનકર્મના પ્રભાવથી તે સાધુવૃત્તિ લઈ શકતા નથી. (સૂ૦ ૫૧)
આ આઠમું નિદાન થયું (૮)
સાધુસમ્બન્ધી નિદાનકા વર્ણન
હવે નવમા સાધુસંબંધી નિદાનકર્મનું નિરૂપણ કરે છે-“ વ ઈત્યાદિ.
હે આયુષ્માન શ્રમણે! મેં ધર્મનું પ્રરૂપણ કર્યું “યાવત્ ” શબ્દથી જેa નૈ કવન ઈત્યાદિ પૂર્વમાં (અગાઉ) વ્યાખ્યા કર્યા પ્રમાણે પદને સંગ્રહ સમજે. તે નૈન્ય ધર્મમાં પરાક્રમ કરતા દેવ તથા મનુષ્ય સંબંધી કામભોગના વિષયમાં વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. અને વિચાર કરે છે કે-મનુષ્યના કામગ અધવ અને અશાશ્વત અર્થાત્ અનિત્ય છે. તેથી કયારેક ને ક્યારેક તેને છોડવાજ પડશે. દેના કામગ એવીજ રીતે અનિત્ય તથા વારંવાર જન્મ મરણના કારણભૂત હોય છે. જે આ તપ અને નિયમનું કાઈ ફુલ હેાય તે હું આગામી ભવમાં અન્નકુલ-કવ્યભાવથી નાનું-ગરીબ કષક આદિ કુલ. અથવા પ્રાકુલ-દ્રવ્યભાવથી સારરહિત અર્થાત ધન તથા બુદ્ધિ આદિમાં સામાન્ય કુલ, અથવા તુચ્છકુલ–અ૫કુટુંબવાળાં કુલ અથવા દરિદ્રકુલ=જન્મથી નિર્ધનકુલ અથવા કૃપણકુલ અર્થાત્ ધન હોવા છતાં પણ ધનરહિતના જેવા સ્વભાવવાળાં કુલ, અથવા યાચકુલ, એ બધાં કુલેમાંથી કઈ એક કુળમાં પુરુષને જન્મ ગ્રહણ કરૂં. જેથી કરીને મારે આ આત્મા સંયમપર્યાયને માટે સુખપૂર્વક નીકળી શકશે. અર્થાત્ એ કુલેમાં મને સંયમ લેતી વખતે કઈ રોકશે નહીં અને હું સુખપૂર્વક સંયમ ગ્રહણ કરી શકીશ, એજ ઠીક છે. (સૂટ પર)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧૩