Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 125
________________ શાસ્ત્ર પ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિનો ગુજરાતી ભાષાનુવાદ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) દેશમાં હાલાર નામે પ્રાંત છે. તે પ્રાંતમાં મોટાં મેટાં વિશાલ ભવનોથી શોભાયમાન એક મોરબી નામે પુરી છે. (1) આ નગરીમાં હું છ સાધુઓ સાથે ગામે-ગામ વિહાર કરતે કરતે સંચમયાત્રાના નિર્વાહ માટે ચાતુર્માસ નિમિત્તે આવ્યું. (2) આ મોરબી નગરીમાં મેં (ઘાસીલાલ મુનિ શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રની દુનિર્ષિો નામની ટીકા અલ્પબુદ્ધિવાળાઓના ઉપકાર માટે વિશુદ્ધ ભાવથી બનાવી છે. (3) આ ટીકા વિ. સં. બે હજાર ત્રણ 2003 ના કાર્તિક સુદિ 13 તેરસ ગુરૂવારને દિવસે સંપૂર્ણ થઈ. (4) પ્રજાપર પ્રેમ રાખવાવાળા રાજાઓમાં શ્રેષ્ઠ વીર શ્રી પ લખધીરસિંહજી સાહેબ મોરબીનરેશ આ સૂત્રની ટીકાના સમાપ્તિ સમયે ભગવાન જિનેન્દ્ર દેવપ્રરૂપિત પ્રશસ્ત ધર્મનું શ્રવણ કરવા માટે પધાર્યા (5) રાજવંશરૂપી કમલને વિકસાવવામાં સૂર્ય સરખા, મુખ્યતઃ સર્વ યાચકની યાચનાને પૂર્ણ કરવાવાળા, પ્રસન્નહદય મરબીનરેશ શ્રીમાન લખધીરસિંહજી સાહેબ જીવદયાના કાર્યમાં હમેશાં સંલગ્ન રહે છે. તેઓએ આ સાહિત્ય દ્વાર રૂપી શુભકાર્યમાં ભકિતપૂર્ણ નિર્મલ હૃદયથી બેડજાર (2000) રૂપિયા અર્પણ કર્યા. (6) અહીંને શ્રી જૈન સંઘ સર્વ માટે હિતકારી છે, કૃપાળું છે, પરસ્પર પ્રેમથી મળીને કાર્ય કરવાવાળે છે, દીન-દુ:ખીઓની રક્ષા માટે સર્વદા તત્પર રહે છે. શુદ્ધ સ્થાનવાસી ધર્મમાં સંલગ્ન રહે છે રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) થી સુશોભિત છે. શુભ અન્તઃકરણથી યુક્ત છે. એ પ્રમાણે કલ્યાણકારી જિનપ્રવચનમાં દઢ શ્રદ્ધાવાન છે. આ આ શ્રી સંઘ પોતાના ગુણોથી સર્વત્ર પ્રસિદ્ધ છે. (7) આ મોરબી નગરીમાં ઘેર ઘેર દેવ ગુરૂ અને ધર્મમાં સદાય શ્રદ્ધા રૂચિ રાખવાવાળાં તથા સદાચારયુકત એવાં ધર્મપરાયણ શ્રાવક તથા શ્રાવિકાએ વિદ્યમાન છે. (8) છે ઇતિ શાસ્ત્રપ્રશસ્તિને ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ છે |ઇતિ શ્રી દશાશ્રુતસ્કન્ધ સૂત્રની “મુનિહર્ષિશું ? ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ છે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 118

Loading...

Page Navigation
1 ... 123 124 125