Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનને ઉપદેશકી સફલતાકા વર્ણન ઔર ઉપસંહાર
હવે સૂત્રકાર ભગવાનના ઉપદેશની સફળતાનું વર્ણન કરે છે–તe of ઈત્યાદિ.
નિદાનકમ તથા તેનાં ફલનું નિરૂપણ કર્યા પછી નિદાનકર્મના વિચારવાળા ઘણા નિર્ચ અને નિર્ચન્થીઓ શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી એ પૂર્વોક્ત અને સાંભળીને હૃદયમાં ધારણ કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને નમસ્કાર કરે છે અને પછી તે જ સમયે તે નિદાનરૂપ પાપસ્થાનની આલોચના કરે છે અર્થાત્ ભગવાનની પાસે તદ્દવિષયક પાપનું પ્રકાશન કરે છે અને પ્રતિક્રમણ કરે છે. નિદાનકર્મથી વિમુખ (મુકત) થાય છેઅર્થાત્ નિદાનકમને વેસરાવે છે અને યથાગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે. (સૂ૦ ૫૯)
હવે સૂત્રકાર પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરે છે. તેમાં જેof ઈત્યાદિ.
તે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશિલક નામના ચૈત્યમાં અનેક શ્રમણ, શ્રમણ, શ્રાવક, શ્રાવિકા, દેવ તથા દેવીઓને ઉદેશીને દેવ, મનુષ્ય તથા અસુરની સભાની વચમાં વિરાજમાન થઈને આ પ્રકારે “ગરવા ઉદાહરણ પૂર્વક પ્રતિપાદન કરે છે. આ પ્રકારે “માસરૂ— વિશેષરૂપથી કહે છે. આ પ્રકારે ‘ના’ ફલ તથા અફલને બતાવે છે. આ પ્રકારે કરી પ્રરૂપણ કરે છે.
શ્રી સુધર્માસવામી જબૂસ્વામીને કહે છે કે-હે જબૂ! આયતિસ્થાન અર્થાત જે નિદાનને ઉત્તર જન્મમાં પરિણામ આવે છે તેને આથતિસ્થાન કહે છે. તે અર્થનું નિરૂપણ કરવાવાળા અધ્યયન, આયતિસ્થાન અર્થાત્ નિદાનકર્મ નામના દશમા અધ્યયનને પ્રજન, હેતુ, કારણ, સૂત્ર, અર્થ તથા તદુભયને બેઉ સહિત તથા “રંવાર પ્રશ્નાપ્રશ્નના નિરૂપણુસહિત ભગવાને પુનઃ પુનઃ ઉપદેશ કર્યો છે. જેવું ભગવાનના મુખેથી મેં સાંભળ્યું તેવુંજ હે જમ્બ! હું તમને કહું છું. (સૂ) ૬૦)
૧- પ્રથમ નિદાન-મહાસમૃદ્ધિવાલા અને મહાસુખવાલા રાજા આદિને જોઈને મુનિ મનુષ્યભવ- સંબંધી નિદાન કરે છે. તે દેવ થાય છે. ત્યાંથી રવીને ઉગ્ર આદિ કુળમાં જન્મ લઈને જિનપ્રણીત ધર્મને સાંભળી શકતા નથી તે નિદાનફલને ભેગવીને નરયિક થાય છે. અને ભવિષ્ય, કાલમાં દુર્લભબોધી થાય છે. (૧)
૨- બીજુ નિદાન-સ્ત્રી, સ્ત્રીસંબંધી નિદાન કરે છે. (૨)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧૬