Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 121
________________ આ વિષયમાં વળી ભગવાન કહે છે-gવં વસુ” ઈત્યાદિ. હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે નિર્ચન્થ અથવા નિર્ચથી નિદાનકર્મ કરીને તે પાપાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરી જતાં તે અન્ય પ્રાન્ત આદિ કુલોમાંથી કેઈ એક કુલમાં જન્મ લે છે. ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત ! શું તે મુંડિત થઈને પ્રત્રજિત થઈ શકે છે? ભગવાન ઉત્તર આપે છે કે-હા ગૌતમ! તે અવશ્ય પ્રવ્રજિત થઈ શકે છે. હે ભદન્ત ! શું તે તેજ જન્મમાં સિદ્ધ બુદ્ધ તથા કર્મોથી મુક્ત થઈને સર્વે દુઃખને અંત કરી શકે છે? ભગવાન કહે છે-હે ગૌતમ!તે તેજ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી શકતું નથી. () ૫૩) ત્યારે તે કે થાય છે? તે કહે છે-“સે ને ? ઇત્યાદિ. તે અણગાર થાય છે. કેવા પ્રકારને થાય છે? તે કહે છે– જે અનગાર ભગવન્ત ઈસમિતિવાળા અર્થાત યુગ્યપરિમિતભૂમિનિરીક્ષણપૂર્વક ગમન કરવાવાળા, ભાષાસમિતિવાળા હિતકારી પરિમિત નિરવદ્ય ભાષા બોલવાવાળા, યાવત્ શબ્દથી આ દાનભાંડામાત્રનિક્ષેપણસમિતિવાળા, ઉચ્ચારપ્રસવણલેષ્મસિંઘાણ જલ પરિષ્ઠોપનિકાસમિતિવાળા, મને ગુપ્ત, વાક્નગુપ્ત, કાયગુપ્ત, ગુપ્તેન્દ્રિય તથા ગુપ્તબ્રહ્મચારી થાય છે. તેમના જે તે અનગાર થઈ જાય છે. એ પ્રકારે વિચરતે તે બહુ વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને વ્યાધિ ઉત્પન્ન થતાં કે વ્યાધિ ન હોય ત્યારે પણ બરાબર સંથાર કરીને બહભકત–બહુ દિવસ સુધી ચતુર્વિધ આહારને ત્યાગ કરી બહભકતનું અનશન દ્વારા છેદન કરી આચના અને પ્રતિક્રમણદ્વારા સમાધિને પ્રાપ્ત કરે છે પછી કાલ અવસરે કાલ કરીને પ્રેવેયક આદિ દેવલેમાંથી કોઈ એક દેવલોકમાં મહાદ્ધિશાળી દેવપણામાં ઉત્પન્ન થાય છે તે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે તે નિદાનકર્મનું પાપરૂપ એવું ફલ થાય છે કે જેથી તે કરવાવાળા આ જન્મમાં સિદ્ધ બુદ્ધ અને મુકત થઈને સર્વ દુઃખેને અંત કરી શકતા નથી. (સૂ) ૫) નવમું નિદાન સપૂર્ણ (૯) નિદાનકર્મ સંપૂર્ણ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૪

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125