Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રાવકભવનિદાનકા વર્ણન
હવે આઠમા શ્રાવકભાવસંબંધી નિદાનકર્મનું વર્ણન કરે છે–પુર્વ રજુ ઈત્યાદિ.
હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મ પ્રતિપાદન કર્યો. બાકી વર્ણન પૂકત પ્રકારે જાણવું જોઈએ, આ ધર્મમાં પરાક્રમ કરતા નિગ્રંથને દેવ અથવા મનુષ્યસંબંધી કામભેગોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આનું જ સ્પષ્ટીકરણ કરે છેમનુષ્યના કામગ અનિત્ય છે એવી જ રીતે દેના પણ કામગ અનિત્ય છે. અનિયત અને અનિશ્ચિત છે તથા ચલાચલ ધર્મવાળા અર્થાત અસ્થિર અને પુનરાગમનીય એટલે વારંવાર જન્મ મરણમાં લાવવાવાળા હોય છે, તે મૃત્યુ થયા પછી અથવા મૃત્યુ પહેલાં દેશમાં કે ઘડપણમાં અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. જે આ તપ અને નિયમનું કાંઈ ફવિશેષ હોય તે આગામી કાલમાં તે જે મહામાતૃક ઉગ્ર પુત્રાદિ ઉગ્ર આદિ ઉત્તમ કુલેમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે તેમાંથી કોઈ એક કુળમાં હું પણ ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક બનું. પછી હું બરાબર જીવ–અજીવ, પુણ્ય-પાપને સારી રીતે સમજતાં અચિત્ત તથા નિર્દોષ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, એ ચાર પ્રકારના આહારથી મુનિઓને પ્રતિલાભ થકે અર્થાત દાન દેતે થકે વિચરું, એ મારે વિચાર ઠીક છે. (સૂ૦ ૪૮)
આઠમા નિદાનકર્મના કર્તા પ્રવ્રુજિત થાય છે કે નહિ તે સંબંધે કહે છે – ‘ર્વ રવ ઈત્યાદિ.
અહિં “ થી લઈને “માસક્સ સં' સુધીની વ્યાખ્યા પ્રથમ નિદાનના જેવી જાણવી જોઈએ. (સૂ૦ ૪૯).
પૂર્વોકત પ્રકારે નિદાન કરવાવાળા પુરુષના ધર્મ વિષયમાં કહે છે–તરસ ' ઇત્યાદિ.
ગોતમ સ્વામી ભગવાનને પૂછે છે- હે ભદન્ત ! આ પ્રકારનું નિદાન કરવાવાળા પુરુષને જે કઈ શ્રમણ કે માહણ ધર્મકથા સંભળાવે તે શું તે સાંભળે છે ? હા, ગૌતમ! તે સાંભળે છે તથા શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરે છે તથા તે શીલવ્રત આદિ તેમજ પૌષધપવાસ આદિ વ્રતને અંગીકાર કરે છે. અર્થાત્ વ્રતધારી શ્રાવક થાય છે પરંતુ તે મુંડિત થઈને પ્રવૃજિત થઈ શકતે નથી. (સૂ૦ ૫૦ )
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧૨