Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યંત આસકત છે. તેઓ કાલ અવસરે કોલ કરીને કેઈ એક અસુરકુમાર અથવા કિબિષ દેના સ્થાનમાં દેવપણામાં ઉત્પન્ન થાય છે પછી તેઓ ત્યાંથી ચ્યવીને પુન: પુનઃ ઘેટાં બકરાંના જેવા મુંગા બનીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થાય છે તે આયુષ્માન શ્રમણ ! આ નિદાનકર્મના પાપરૂપ ફલ એ થાય છે કે-તે નિદાન કરવાવાળે કેવલિભાષિત ધર્મ સાંભળે છે, કિત તે ધર્મમાં શ્રદ્ધા પ્રતીતિ અને રૂચી કરી શક્તો નથી. અર્થાત્ સમ્યગૂ ધર્મમાં તેની શ્રદ્ધા થતી નથી. (સૂ) ૪૪)
| ઇતિ કું દેવનિદાન (૬)
હવે સ્વકીયદેવભેગસંબંધી સાતમા દેવભવનિદાન વિષે કહે છે-“વ વસ્તુ ઈત્યાદિ.
હે આયુમાન શ્રમણ ! આ રીતે મેં ધર્મ કહ્યો છે. તે પ્રમાણે મનુષ્ય માત્રના કામગ અનિત્ય છે. એ રીતે પૂર્વોકત પ્રકારે બધું જાણવું જોઈએ. ઉલ્વે દેવલેકમાં જે દેવ છે તેઓ અન્ય દેવેની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી. પિતાના આત્માથી વિવિત કરેલી દેવીઓ સાથે પણ કામક્રીડા કરતા નથી. પરંતુ પિતાની જ દેવીઓ સાથે જ કામકીડા કરે છે. જે અમારાં આ તપ નિયમ આદિનું કેઈ ફળ હોય તે અમે પણ દેવલેકમાં અમારી જ દેવીઓ સાથે કામક્રીડા કરતા વિચરીએ. તે પિતાના નિદાન અનુસાર દેવ બની જાય છે ઇત્યાદિ બધી વાત પૂર્વવત જાણવી જોઈએ.
હે આયુષ્માન શ્રમણ ! નિર્ચન્થ અથવા નિર્ચન્થી આ પ્રકારે નિદાનકર્મ કરીને તે પાપસ્થાનની આલોચના તથા પ્રતિકમણ કર્યા વિના મરીને દેવલેકમાં મહાઅદ્ધિવાળા દેવ થાય છે. અને ત્યાં નિદાન અનુસાર દેવસંબંધી કામભેગ સેવન કરતા થકા વિચરે છે. (સૂ૦ ૪૫)
તે કે થાય છે તેનું વર્ણન કરે છે જે ” ઇત્યાદિ.
તે દેવલોકમાં નથી તે બીજા દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા કે નથી કરતે પિતાથી વિકૃતિંત દેવીઓ સાથે, પરંતુ પિતાની જ દેવીઓ સાથે કામક્રીડા કરે છે. પછી તે આયુ ભવ અને સ્થિતિને ક્ષય થતાં દેવલોકમાંથી સ્વવીને ઉગ્ર આદિ કુલેમાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ બધું વર્ણન પ્રકત નિદાન કર્મોના જેવું જ છે વિશેષતા માત્ર એટલી જ છે કે તે કેવલિભાષિત ધર્મમાં શ્રદ્ધા પ્રતીતિ તથા રૂચિ કરે છે. કિંતુ તે શીલ, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પિષધ ઉપવાસ આદિ વ્રતે ગ્રહણ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧૦