Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 109
________________ હવે નિદાન કમનું ફલ કહે છે-“gi રસુ” ઈત્યાદિ. હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે નિગ્રન્થી નિદાનકર્મ કરીને તથા તે પાપનું ગુરુ પાસે આલોચન, ગુરુએ બતાવેલું પાપનું પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણ કર્યા વિના કાલ અવસરે કોલ કરીને ગ્રેવેયક આદિ દેવલોકમાંથી કેઈ એક દેવલોકમાં દેવપણાથી ઉત્પન્ન થાય છે જેણે નિદાનકર્મ કર્યું હોય એવી સાધ્વી દેવલેકમાં દેવતા થાય છે અર્થાત સ્ત્રીભાવનો ત્યાગ કરીને દેવમાં પુરૂષભાવને પ્રાપ્ત કરે છે. અને તે દેવલોકનાં. સુખને અનુભવ કરે છે. પછી તે દેવકથી દેવસંબંધી આયુ ભવ અને સ્થિતિને ક્ષય થઈ ગયા પછી ત્યાંથી ચવીને ઉગ્રકુલ આદિમાં કન્યારૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે સુકુમાર કર-ચરણવાળી રૂપવતી બાલિકા થાય છે. (સૂ ૨૫) સ્ત્રિયકે નિદાનકર્મકા વર્ણન વળી તેનું વર્ણન કરે છે “તy i તૈ” ઈત્યાદિ. ત્યાર પછી યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં તેના માતા પિતા તેને દહેજ દઈને ગ્ય વર સાથે તેને વિવાહ કરી દીએ છે. તથા તે દારિકા પિતાના પતિની એકમાત્ર પત્ની થાય છે. અર્થાત્ તેને સપત્ની (સેક) હોતી નથી. તેથી તે પતિને પરમપ્રિય, મનને હરણ કરવાવાળી એટલા કારણે રત્નોની પેટીની પેઠે સુરક્ષિત હોય છે. જે સમયે તે ભવનથી બહાર જાય છે તથા ભવનમાં આવે છે ત્યારે તેની સાથે અનેક દાસ તથા દાસીઓ સેવામાં રહે છે અને પ્રાર્થના કરે છે કે-હે સ્વામિની અમે શું કરીએ ? શું લાવીએ? શું અર્પણ કરીએ? તથા આપને કર્યો પદાર્થ રૂચિકર છે? ઈત્યાદિ રૂપથી તે સુખને અનુભવ કરે છે. (સૂ) ૨૬). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૨

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125