Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે નિદાનકર્મવાલા ધર્મને પામી શકે કે નહિ? એ વિષયનું વર્ણન કરે છેસ જ ઇત્યાદિ.
ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે–હે ભગવાન! એ પ્રકારના નિદાન કરવાવાળાને શું કથારૂપ-શુદ્ધ આચારવાન શ્રમણ અથવા માન પ્રાત:કાલે તથા સાયંકાલે સર્વજ્ઞપ્રણીત શ્રેચારિત્રલક્ષણ ધર્મને ઉપદેશ આપે છે? ભગવાન કહે છે-હે ગૌતમ! તેઓ તેને અવશ્ય ઉપદેશ આપે છે. હે ભદન્ત ! શું તે મૃતચારિત્રલક્ષણ ધર્મને સાંભળે છે? ભગવાન કહે છે–તે ઉકત ધર્મ સાંભળતું નથી, તે, તે ધર્મ સાંભળવાને અગ્ય હોય છે કેમકે તે મહાતૃષ્ણાવાળે મહાઆરંભી અને મહાપરિગ્રહી હોવાથી અધર્મનું આચરણ કરવાવાળે થાય છે. અધર્મની પાછળ ચાલનાર, અધર્મનું સેવન કરનાર, અધર્મિષ્ડ અધર્મની પ્રરૂપણ કરવાવાળો, અધર્મને અનુરાગી, અધર્મને જેવાવાળ, અધર્મજીવી અધર્મને ઉત્પન્ન કરવાવાળે, અધર્મપરાયણ, તથા અધર્મથીજ આજીવિકા કરવાવાળો હોય છે. આથી મરી જતાં દક્ષિણગામી નૈરયિક થાય છે. અને બીજા જન્મમાં દુર્લભબેધી થાય છે અર્થાત્ તેને જૈનધર્મની પ્રાપ્તિ થતી નથી. હે આયુષ્માન શ્રમણે! તે નિદાનકર્મનું આ પ્રકારે પાપરૂપ ફલ થાય છે, જેથી તે કેવલિભાષિત ધર્મ સાંભળી શકતું નથી. (સૂ૦ ૨૨)
ઈતિ પ્રથમ નિદાન (૧)
હવે નિર્ચથીઓને ઉદ્દેશીને બીજા નિદાનનું વર્ણન કરે છે-“gવં વિષ્ણુ ઈત્યાદિ
હિં આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મનું નિરૂપણ કર્યું છે આજ નિગ્રંન્ય પ્રવચન સત્ય છે યાવત્ આ ધર્મના આરાધક જીવે સર્વ દુઃખોને અંત લાવે છે. જે ધર્મની શિક્ષાને માટે ઉપસ્થિત નિર્ચન્ધી તપ સંયમમાં વિચરતી હોય છે. ક્ષુધા પિપાસા આદિ અનુકૂળ પ્રતિકૂળ પરીષહાને સહન કરતી થકી ને મેહકમના ઉદયથી કામવાસના જાગૃત થાય તે પણ તે તપ સયમમાં પરાક્રમ કરે છે. પરાક્રમ કરતી થકી નિગ્રન્થી સ્ત્રી–ગુણોથી યુકત કઈ સ્ત્રીને જુએ કે-જે સ્ત્રી પિતાના પતિની એકજ પત્ની હાય, જેણે એકજ જાતનાં વસ્ત્ર અને ભૂષણ પહેર્યા હોય, જે તેલની કુપીની પેઠે સારી રીતે રક્ષાયેલી હોય, વસ્ત્રની પેટીની જેમ સારી રીતે આદર પામતી હોય અને રત્નની પેટીની પેઠે યત્નપૂર્વક સુરક્ષિત હોય, તથા જે ભવનથી બહાર નીકળતાં તથા ભવનમાં આવતી વખતે અનેક દાસ-દાસીઓ સેવામાં રહેતી હોય તથા હરવખત પ્રાર્થના કરતી હોય કે-હે સ્વામિની ! આપની શું આજ્ઞા છે? આપને કેવા પદાર્થ સારા લાગે છે એ પ્રકારના સુખનો અનુભવ કરતી તે સ્ત્રીને જોઈને નિર્બન્ધી નિદાન કરે છે. (સૂ૦ ૨૩)
હવે નિગ્રન્થી કેવા પ્રકારથી નિદાન કરે છે તે કહે છે-“કરૂ ? ઈત્યાદિ.
મારા આ પવિત્ર આચાર તપ નિયમ અને બ્રહ્મચર્યનું જે કાંઈ વિશેષ ફલ હોય તે હું પરભવમાં આ પ્રકારનાં સુખને અનુભવ કરૂં. આ સાધ્વીનું નિદાનચિન્તન છે. (સ. ૨૪)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૦૧