Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનકા ઉપદેશ ઔર નિર્પ્રન્થ નિન્થિયોંકા વર્ણન
પછી ભગવાને જે કહ્યું તે કહે છે–ર વહુ’ ઇત્યાદિ.
હે આયુષ્માન શ્રમણા ! આ પ્રકારે મે શ્રુતચારિત્ર લક્ષણ ધર્મ પ્રતિપાદન કર્યું છે તે નિર્ઝીન્થ પ્રવચન સત્ય છે અર્થાત્ ચર્થા છે. સર્વોપરિ વમાન છે, સર્વાં સંપન્ન છે, અદ્વિતીય છે, સમસ્ત દોષોથી રહિત છે. ન્યાયુકત છે અથવા મેાક્ષની તરફ્ લઈ જવામાં સમર્થ છે. માયા, નિદાન, મિચ્ચાદનરૂપ ત્રણ શલ્યને કાપવાવાળું છે. સિદ્ધિના માર્ગ છે. સકલ કર્યાંના ક્ષયલક્ષણ મુક્તિના માગ છે. માક્ષના માર્ગ છે. સકલ દુ:ખની નિવૃત્તિના માર્ગ છે. યથાર્થ છે. સંશય વિપર્ષીય અને અનવ્યવસાયરૂપી ત્રણ દોષાથી રહિત છે. શારીરિક માનસિક આદિ અસાતાના વિનાશનું કારણ છે આનિ ન્થ પ્રવચનમાં રહેતા જીવ કૃતકૃત્ય થઈને સિદ્ધ થઈ જાય છે. વિમલ કેવલ આલેાકથી સકલ લેાકાલેાકને જાણે છે. કર્મ બન્ધનથી મુકત થઈ જાય છે. સમસ્ત શારીરિક આદિ તમામ દુ:ખાને નાશ કરે છે (સ૦ ૧૬)
આજ વિષયમાં વળી પણ કહે છે- નક્ષÎ ’ ઇત્યાદિ.
જે ધર્મની ગ્રહણ આસેવનરૂપ શિક્ષાને માટે ઉપસ્થિત થયેલા નિન્ય સાધુ ભૂખ-તરસ, શીત-ઉષ્ણ આદિ નાના પ્રકારના પરીષહેાને સહન કરે છે તેમના ચિત્તમાં જો મેાહકના ઉદયથી કામિવકાર ઉત્પન્ન થઇ જાય તે પણ સાધુ સયમ માર્ગોમાં પરાક્રમ કરે. પરાક્રમ કરતા થકા તે સાધુ એ છે કે આ ઉત્તમ માતાપિતાના વંશમાં ઉત્પન્ન થયેલા ઉગ્રપુત્ર જેને ઋષ્ણદેવ ભગવાને કાટપાલપણે સ્થાપિત કર્યાં, તથા ઉત્તમ માતાપિતાના વશમાં ઉત્પન્ન થયેલા ભાગપુત્ર જેને ઋષભદેવ ભગવાને લેાકામાં ગુરુપણે સ્થાપિત કર્યાં, તેમાંથી અશ્વય સપન્ન કોઇ એકને દાસદાસી આદિના ઠાઠમાઠપૂર્વક, આવતા જતા જોઇને સાધુ નિદાનકમ કરે છે. હવે તેમની ઋદ્ધિ સોંપત્તિનું વર્ણન કરે છે-તે ઉગ્રપુત્ર ભાગપુત્રમાંથી કોઇ એકના આવવા જવાના સમયમાં અનેક દાસદાસી અર્થાત્ નાકર ચાકર બન્ને તરફ ચાલે છે કોઇ આગળ ઝારી લઈને ચાલે છે અને કોઇ તેમના શિર પર છત્ર ઝાલી રાખે છે. તથા અનેક પદાતિ આગળ ચાલતા હોય છે. (સ્૦૧૭)
વળી કહે છે-‘ તચાળંતર' ઇત્યાદિ.
તેમની સ્વારીમાં આગળ મોટા મોટા ઘેાડા, મેઉ માજી મુખ્ય હાથી, પાછળ રથ તથા રથાના સમુદાય ચાલે છે. કેટલાક તે। તેમના ઉપર છત્ર રાખી રહ્યા છે. કેટલાકના હાથમાં સુવર્ણની ઝારી છે. કાઇ હાથમાં તાલવૃન્તના પંખા લઈને હવા નાખી રહ્યા છે. કઇ શ્વેતચામર ઢાળે છે. આ પ્રકારના ઠાઠમાઠથી વારવાર તા પાતાના ભવનમાં પ્રવેશ કરે છે તથા નીકળે છે. પછી તે પૂર્વા=પ્રાત્ત:કાલે તથા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૯૯