Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનના ઉપદેશ
હવે ભગવાનના ઉપદેશનું વર્ણન કરે છે. તા જે સમ” ઈત્યાદિ
ચૅલણાદેવીની સાથે શ્રેણિક રાજા ભગવાનની સમીપમાં આવ્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણિક રાજા ભભસાર તથા ચેલણદેવીને ચાર પ્રકારની મહાપરિષદુમાં અર્થાત્ ઋષિપરિષદુ, મુનિ પરિષદુ, મનુષ્ય પરિષદ, દેવપરિષદું, જેમાં હજારે શ્રોતાગણ સાંભળવા માટે એકત્રિત થયા છે એવી પરિષદના મધ્યમાં વિરાજમાન થઈને “જીવ જે જે પ્રકારે કર્મોથી બંધાય છે, મુકત થાય છે. અને કલેશ પામે છે 'ઇત્યાદિ વિચિત્ર પ્રકારથી શ્રતયારિત્રલક્ષણ ધર્મ કો ધર્મકથા સાંભળીને પરિષદ્ પિતપતાને સ્થાને ગઈ અને શ્રેણિક રાજા પણ ગયા (સૂ૦ ૧૧).
નિર્ઝન્થકે મનોભાવકા વર્ણન
પછી શું થયું ? તે કહે છે-“તારા ઈત્યાદિ.
તે પરિષદમાં શ્રેણિક રાજા તથા એલણાદેવીને જોઈને ઘણા નિર્ચન્થ તથા નિગ્રંથીઓના મનમાં આ પ્રકારે આધ્યામિક અને ભાવ અર્થાત્ અંત:કરણ સ્કરણ એટલે મનમાં સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થયા. (સૂ૦ ૧૨)
હવે પહેલાં નિર્ચના વિચારોનું સ્વરૂપ કહે છે–પ્રદii સળg” ઈત્યાદિ.
અહો ! આશ્ચર્ય છે કે શ્રેણિક રાજા મહાઋદ્ધિ મહદીપ્તિશાલી અને મહાસુખના અનુભવ કરવાવાળા છે, જેમણે નાના બલિક કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યું છે. સમસ્ત ભૂષણેથી અલંકૃત થઈને ચલણદેવીની સાથે ઉત્તમ મનુષ્ય સંબંધી કામભાગને ભોગવતા થકા વિચરે છે. અમે દેવલોકમાં દેવને જોયા નથી. તિ આજ સાક્ષાત દેવ છે જે આ તપ નિયમ અને બ્રહ્મચર્યગુપ્તિની કોઈ ફલસિદ્ધિ હેય અર્થાત અનશન આદિ તપ, અભિગ્રહ, લક્ષણ, નિયમ, મિથુન-નિવૃત્તિરૂપ બ્રહ્મચર્યએના પરિપાલનમાં સુચરિતરૂપથી આચરણ કરવામાં જે કંઈ પણ ફેલની પ્રાપ્તિ હોય તે અમે પણ ભવિષ્યત્ કાલમાં આ પ્રકારના ઉદાર કામોને ભોગવતા થકા વિચરીએ, આ મુનિઓના ચિન્તનરૂપ નિદાન છે. (સૂ૦ ૧૩)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર