Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્યાં. પછી નીચે ઉતારીને તેના ઉપર જે વસ્ત્ર ઢાંકયું હતુ તે હટાવ્યુ' અને રથને યાનશાલામાંથી બહાર કાઢયા. તેને ધ્વજપતાકા આદિથી સુથેભિત કર્યાં અને માર્ગો માં ઉભા રાખી દીધેા. રથને ઉભે રાખીને અત્ર આદિની વાહનશાલામાં પ્રવેશ કરીને વાહનને જુએ છે. અને તેના ઉપરની ધૂળ દિને ખ ખેરીને કામળ હાથદ્વારા તેને પ્રેત્સાહિત કરે છે. પછી તેની વાંસા ઉપર હાથ ફેરવીને તેમને બહાર કાઢ્યા. તેમનાં જુના વસ્ત્રો દૂર કરી તેમને અલંકારો તથા ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત કર્યાં. ત્યાર પછી તેમને રથમાં જોડયા અને તે રથને માર્ગ પર ઉભે રાખીને તેના પર ચાબુક ધારણ કરાવવાળા પુરુષને એક સાથે બેસાડીને રથને ગલી તથા રાજ મા`થી ઘુમાવી ફેરવીને જયાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા અને હાથ જોડીને વિનયપૂર્ણાંક કહેવા લાગ્યા હૈ સ્વામિન્ આપની આજ્ઞાનુસાર ધાર્મિક રથ સુસજ્જિત ઉભો છે. આપનુ કલ્યાણ થાઓ. રથ પર ચડો. (સૂ॰ ૯)
ભગવાનકો વન્દન કરનેકે લિયે શ્રેણિક રાજાકા ગમન
સુસજ્જિત ધાર્મિક રથ ઉપસ્થિત થતાં રાજા શુ કરે છે તે કહે છે‘વઘુ ઊં’ ઇત્યાદિ.
:
રથ આવી જતાં ભભસાર શ્રેણિક રાજા યાનશાલિકના મુખથી ધાર્મિક રથ તૈયાર છે' એ વૃત્તાત સાંભળાને હર્ષિત તથા સંતુષ્ટ થયા, અને સ્નાનઘરમાં પહોંચ્યા. ત્યાં સ્નાન કરી સારાં વસ્ત્ર તથા આભૂષણ પહેર્યાં તથા કલ્પવૃક્ષ સમાન સુÀાભિત થઇને બહાર નીકળ્યા પછી ચેલા દેવીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે! ધર્મની પ્રવના કરવાવાળા અને ચાર તીર્થાની સ્થાપના કરવાવાળા ભગવાન મહાવીર સ્વામી એક ગામથી ખીજે ગામ વિહાર કરતા ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યાં છે. અને તપ સચમથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજે છે. હે દેવાનુપ્રિયે! તથારૂપ અર્થાત્ તપ સંયમથી યુકત, કેવળજ્ઞાન દૈવળદર્શીન યુકત અન્ત ભગવાનનાં નામ ગૌત્ર આદિ સાંભળતાંજ કનિ રૂપ મહાકલ થાય છે. તો તેમનું અભિગમન—તેમની સામા જવું, વંદન-નમસ્કાર કરવા, પ્રશ્ન પૂછવા તથા તેમની પર્યુંપાસના—સેવા આદિથી જે ફૂલ થાય છે તેનુ તેા કહેવુંજ શુ? માટે હું દેવાનુપ્રિયે ! આપણે ભગવાનની પાસે જઇએ, અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-સ્તુતિ કરીએ, નમસ્કાર કરીએ, આદર કરીએ, સન્માનભકિતપૂર્વક બહુમાન કરીએ.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૯૫