Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનકો વન્દના કરનેકે લિયે સજ્જીત હુઇચલ્લણકા વર્ણન
તે ભગવાન યા=મક્ષ દેવાવાળા હેવાથી કલ્યાણસ્વરૂપ છે અંધારું= હિતની પ્રાપ્તિ કરાવવાવાળા હોવાથી મંગલસ્વરૂપ છે. વૈવતં ભવ્યને આરાધના કરવા યોગ્ય હવાથી દેવસ્વરૂપ છે. વૈરાં=સમ્યગ બેધ દેવાવાળા હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. તે લગવાનની પર્ય પાસના-સેવા કરીએ. ભગવાનનાં દર્શન આદિ આપણું લેકનાં આ લેક તેમજ પરલકનાં હિતને માટે, સુખને માટે, ક્ષમા =ભવસાગર તરવામાં સામર્થ્ય માટે મેક્ષ માટે અને દરેક ભવભવમાં સુખ માટે થશે. આ પ્રકારે ચલણા રાણી પિતાના પતિ રાજા શ્રેણિક પાસેથી ભાગ્યને ઉદય કરવાવાળા ભગવાનના આગમનરૂપ વચન સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈ અને તેણે રાજાના વચનને સ્વીકાર કર્યો. સ્નાનગૃહમાં જઈ સ્નાન કર્યું. પશુ કાગડા આદિને માટે અન્નનો ભાગ દેવારૂપ બલિકર્મ કર્યું. મીતિલક આદિ કર્યા અને દુઃસ્વપ્ન આદિના દોષ નિવારણ કરવા માટે મંગલકારક સર્ષ (સરસવ) દહીં ચાખા આદિ ધારણ કર્યા. પગમાં સુંદર નુપુર પહેર્યા. મણિથી જડેલ કટિસૂત્ર (કંદ) ધારણ કર્યો. આથી રાણીનું શરીર પુષ્ટ દેખાવા લાગ્યું કડાં તથા વીંટીઓથી અંગને સુશોભિત કર્યા. કંઠમાં એકાવલી હાર, મરત રત્નોથી જડેલ ત્રણ સરવાળા હાર અને ઉત્તમ વલય=કરભૂષણ વિશેષ, તથા હેમસૂત્ર– સોનાની સેર, ઈત્યાદિ ભૂષણ ધારણ કર્યા. તથા કાનમાં કુંડલ પહેર્યા જેથી મુખ દીપવા લાગ્યું. રત્નથી સમસ્ત અંગેને વિભૂષિત કર્યા. ચીન દેશમાં બનેલાં રેશમી વસ્ત્ર પહેર્યા. દુકૂલ નામે વૃક્ષની ત્વચા (છાલ)નું બનેલું વસ્ત્ર કે જે મનહર ઉત્તરીય વસ્ત્ર હતું તે ધારણ કર્યું. બધી ઋતુમાં થવાવાળાં સુગંધિત પુષ્પથી બનેલી મહર અનેક વર્ણની માલાએ પહેરી કસ્તુરી. કેસર, ચન્દન આદિનું શરીર ઉપર લેપન કર્યું. ઉત્તમ ધરેણાંથી શરીરને શોભાયમાન કર્યું. કૃષ્ણગુરૂના ધૂપથી શરીરને સુગંધિત કર્યું. એવી લક્ષ્મી જેવા વેલવાળી વેલણાદેવી અનેક કુજ દેશની તથા ચિલાત દેશની ‘પાવત’ શબ્દથી વામના (૧), વટભા (૨), બર્બરી (૩), બકુશિકા (૪), યૌનકા (૫), પહલવિકા (૬), ઇસિનિકા (૭), વાસિનિકા (૮), લસિકા (૯) લકુસિકા (૧૦), દ્રાવિડી (૧૧), સિંહલી (૧૨), આરબી (૧૩), પકકણી (૧૪), બહુલી (૧૫), મુસંડી (૧૬), શબરી (૧૭), પારસી (૧૮) આદિ અનેક દેશની ઈગિત ચિહ્નિત અને પ્રાર્થિતને જાણવાવાળી દાસીઓ સાથે અંત:પુરના મુખ્ય પુરૂષો દ્વારા વેષ્ટિત ઘેરાએલી), જ્યાં બહારની ઉપસ્થાન શાલા છે, જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવી, ત્યારે શ્રેણિક રાજા ચેલદેવીની સાથે મુખ્ય ધાર્મિક રથમાં ચડયા. કરંટ પુપિની માલાથી યુકત છત્ર ધરાવેલા તે થાવત્ ભગવાન પાસે ગયા અને સેવા કરવા લાગ્યા. વિશેષ વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણી લેવું જોઈએ એ પ્રકારે ચલણદેવી પણ બધા અંત:પુરના સેવકજનેથી ઘેરાએલી
જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજતા હતા ત્યાં આવી. આવીને તેણે ભગવાનની સ્તુતિ કરી. નમસ્કાર કર્યા તથા શ્રેણિક રાજાને આગળ કરી રાજાની પાછળ ઉભી રહીને ભગવાનની પર્યું પાસના કરવા લાગી. (સૂ) ૧૦)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર