Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેણિક રાજાના હકમનું રાજપુરુષોએ કેવી રીતે પાલન કર્યું તે કહે છે“તપ of ” ઈત્યાદિ.
ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષવર્ગ રાજાની આજ્ઞાને સાંભળી હષ્ટ-તુષ્ટ થયાહર્ષિત થયા. તેમના ચિત્તમાં આનન્દ છવાયે તેમનાં મન પ્રેમથી ભરાઈ ગયાં મનની અત્યત પ્રસન્નતાને કારણે હૃદયમાં પુલાઈને બેઉ હાથ જોડી મસ્તક ઉપર અંજલિપટ રાખીને કહેવા લાગ્યા “હે સ્વામીન ! આપની આજ્ઞા અનુસાર અમે કરશું? એ પ્રકારે રાજાની આજ્ઞા શિરોધાર્ય કરીને ત્યાંથી નીકળ્યા અને રાજગૃહ નગરની વાવરા થઈને નગરની બહારના ઉપવન આદિમાં જેટલા જેટલા આજ્ઞાકારી કર્મચારી હતા તેમને રાજાની આજ્ઞા સંભળાવી અને કહ્યું કે-એ પ્રિય સમાચાર શ્રેણિક રાજાને નિવેદન કરવા. તમારું પ્રિય થાઓ એ પ્રકારે બે ત્રણવાર કહીને તે લોકોએ રાજા શ્રેણિક પાસે આવી સૂચિત કર્યું અને જે દિશાએથી આવ્યા હતા તેજ દિશામાં પાછા ચાલ્યા ગયા. (૨, ૪)
ભગવાનકે આગમનકા વર્ણન
ભગવાનનું આગમન કેવી રીતે થયું તે કહે છે તે જાજ ઈત્યાદિ.
તે કાલ તે સમયમાં ધર્મના આદિકર તીર્થકર ભગવાન મહાવીરસ્વામી એક ગામથી બીજે ગામ વિચરતા થકા રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યા અને સંયમ તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં નિવાસ કર્યો. ત્યારે રાજગૃહ નગરના શંગાટક-ત્રિક=ચતુષ્ક ચત્વર આદિ માર્ગોમાં અર્થત નગરના બે માર્ગવાળાં સ્થાને માં, ત્રણ માર્ગવાળાં સ્થાનમાં ચાર માર્ગવાળાં સ્થાનમાં તથા અનેક માર્ગવાળાં સંગમ સ્થાનમાં લેકના મુખેથી ભગવાનનું આગમન સાંભળી પરિષદૂ ધર્મકથા સાંભળવા માટે ભગવાનની પાસે આવી અને શ્રદ્ધા ભકિત તથા વિનયપૂર્વક ભગવાનની પર્ય છેસગા કરવા લાગી (સૂ. ૫)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૨