Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે પ્રતિમાપ્રતિપનને વિહાર કરતાં માર્ગમાં જે સૂર્ય અસ્ત થઈ જાય તે તે શું કરે ? તે કહે છે-“માવિયં ” ઈત્યાદિ.
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન સાધુને જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં રહેવું કપે. ચાહે ત્યાં જલ–સરોવર આદિનો તટ હાય, સ્થલ હોય, દુર્ગમ સ્થાન હાય, ગમ્ભીર સ્થાન હોય, નિમ્ન સ્થાન હોય, ઉંચું–નીચું સ્થાન હોય, ખાડે કે ગુફા હોય, તે આખી રાત ત્યાંજ વ્યતીત કરવી ક૯પે. ત્યાંથી એક પગલું પણ આગળ વધવું કપે નહીં. રાતમાં જે દિશા– પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તર કોઈ પણ દિશા તરફ મુખ રાખીને વ્યતીત કરી હોય તે પ્રાત:કાલે સૂર્યોદય થયા પછી તેજ દિશાની તરફ ઈસમિતિને અનુસરીને વિહાર કરે (સૂ ૧૬)
વળી પૂર્વોકત વિષયનું વર્ણન કરે છે-“માસિયે ' ઇત્યાદિ
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન મુનિને સચિત્ત પૃથ્વી પર નિદ્રા અથવા પ્રચલા નામની નિદ્રાનું સેવન કરવું ક૯પે નહીં, કેમકે–તેને કેવલી ભગવાને કર્મબન્ધનું કારણ કહેલું છે, નિદ્રા-સામાન્ય નિદ્રા પ્રચલા-બેઠાં બેઠાં ઉંઘ કરવી તે સચિત્ત ભૂમિ પર નિદ્રા લેતાં અથવા પ્રચલાનામક નિદ્રા લેતા મુનિના હાથ આદિથી સચિત્ત પૃથિવીને સ્પર્શ અવશ્ય થવાથી તે પ્રાણાતિપાત આદિ દોષના ભાગી થાય છે. માટે તેણે યથાવિધિ શાસ્ત્રાનસાર નિર્દોષ સ્થાન પર જ રહેવું અથવા વિહાર કરવો કપે જે ત્યાં મુનિને ઉચ્ચાર-પ્રસવણુ=મોટીનીત કે લધુનીત (ઝાડા પિશાખ) ની બાધા ઉત્પન્ન થાય તે તેને રોકે નહીં કિન્ત કોઈ પૂર્વ પ્રતિલેખિત સ્થાન પર તેને ઉત્સર્ગ કરે. અને પછી પિતાના સ્થાન પર આવીને ઉત્સર્ગ આદે ક્રિયા કરે. (સૂ) ૧૭)
હવે ભિક્ષુનું ગૃહપતિના કુલમાં ભિક્ષા માટે જવા આવવાનું નિરૂપણ કરે છે“મારાં ” ઈત્યાદિ
માસિકભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર સચિત્તરજયુક્ત કાયથી ગૃહસ્થને ઘેર અશન પાનને માટે નિકળવું કે પ્રવેશ કરવો કલ્પ નહીં જે તે જાણી જાય કે સચિત્ત રજ પ્રસ્વેદ (પસીના) થી, શરીરના મેલથી અર્થાત્ હાથ આદિથી સ્પર્શ થવાથી ઉત્પન્ન થયેલ મેલથી વિંધ્વસ્ત-અચિત્ત થઈ ગયેલ છે, તે તેને ગૃહપતિને ઘેર અશન પાન માટે જવા આવવાનું કપે છે, અન્યથા નહીં. (સૂ. ૧૮)
હવે ભિક્ષા માટે વિના કારણ હસ્તાદિ ધેવાને નિષેધ કહે છેનારિયે ઇત્યાદિ.
માસિકભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને અચિત્ત-ઠંડા અથવા ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મુખ એકવાર અથવા વારંવાર ધોવાનું કલ્પ નહીં કિન્તુ જે કોઈ અશુદ્ધ વસ્તુ કે અન્ન આદિથી મુખ હાથે આદિ શરીરના અવયવ લિપ્ત (ખરડાયા) હોય તે તેને તે પાણીથી શુદ્ધ કરી શકે છે, અન્યથા નહીં (સૂ, ૧૯)
હવે ગમનકિયાની બાબતમાં કહે છે બાપ ' ઇત્યાદિ. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન અનગારની સામે જે મદમસ્ત હાથી, ઘેડા.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૭૫