Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપસંહાર કરે છે-“garગો – ઈત્યાદિ.
આ તે બાર ભિક્ષુપ્રતિમાઓ છે કે જેનું સ્થવિર ભગવન્તએ પ્રતિપાદન કર્યું છે. શ્રી સુધર્મા સ્વામી કહે છે કે- જખ્ખ ! જેવું મેં શ્રી ભગવાનની પાસેથી સાંભળ્યું છે તે પ્રમાણેજ તમને કહું છું.
દશાશ્રુતસ્કંધ સૂત્રની “મુનિહર્ષિશું ટીકાના ગુજરાતી અનુવાદમાં ભિક્ષુપ્રતિમા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું (૭)
આંઠવા અધ્યયનકી અવતરણિકા ઓર પંચકલ્યાણકકા વર્ણન
અધ્યયન આઠમું. સાતમા અધ્યયનમા ભિક્ષપ્રતિમાનું વર્ણન કર્યું છે. પ્રતિમા સમાપ્ત કર્યા પછી વર્ષાકાલ આવે છે. તે વ્યતીત કરવા માટે મુનિને નિવાસગ્ય ક્ષેત્રનું અન્વેષણ (તપાસ) કરવી પડે છે. ગ્રસ્થાન પ્રાપ્ત થતાં સંપૂર્ણ વર્ષાઋતુ ત્યાં વ્યતીત કરવી પડે છે. આ વર્ષાકાલમાં ગ ofમાણી રૂપ ચતુર્માસી પ્રારમ્ભ કરવાવાળા પાક્ષિક દિવસ પછી એક માસ અને વીસ રાત્રિ પછી સંવત્સરી-આવે છે. શુકલ પાંચમનુંજ એ પર્વ હોય છે. તેમાં એક સંવત્સરી પર્વદિન અને તેની પહેલાંના સાત દિવસ મળીને આઠ દિવસ પર્યુષણ પર્વ કહેવાય છે. પર્યુષણ પર્વના આઠ દિવસમાં મુનિ ગત્તરદશા સૂત્રનું વાચન કરે છે અને ભગવાન શ્રી મહાવીર સ્વામીનું જીવનચરિત્ર પણ આજ દિવસોમાં શ્રવણ કરાવે છે. આ રીતે અને પૂર્વની સાથે સંબંધ છે. આ અધ્યયનમાં શ્રી શ્રમણ ભગવાન મહાવીરના વન આદિ કલ્યાણપંચક સંક્ષેપથી કહ્યાં છે. હવે આ અધ્યયનનું પ્રથમ સૂત્ર કહે છે – “તે શા ઈત્યાદિ.
અવસર્પિણીકાલના ચોથા આરાના અન્તમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનાં
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર