Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષપ્રતિમા નહીં પાલને વાર્તાકે દોષોકા વર્ણન
બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરે છે–પુજા ઇત્યાદિ.
એકરાત્રિકી બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન ન હોવાથી અનગારને આ હવે પછી કહેવામાં આવતાં ત્રણ સ્થાન અહિત માટે, અશુભ માટે, અક્ષમા માટે, અકલ્યાણ માટે તથા આગામી કાલમાં દુ:ખને માટે થાય છે. તે ત્રણ સ્થાન આ છે(૧) ઉન્માદની પ્રાપ્તિ થઈ જાય. (૨) દીર્ઘકાલિક રેગઆત કની પ્રાપ્તિ થઈ જાય અને (૩) તે કેવલિભાષિત ઋતચારિત્રરૂપ ધર્મથી પતિત થઈ જાય (સૂ ૨૮)
| ભિક્ષુપ્રતિમા પરિપાલનકે ગુણોંકા વર્ણન
હવે બારમી ભિક્ષુપ્રતિમાના સમ્યક્ પાલનમાં જે ગુણ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ કરે છે-“ઈત્યાદિ
એકરાત્રિકી ભિક્ષુપ્રતિમાનું સમ્યક્ રીતે પાલન કરતાં મુનિને આ વક્ષ્યમાણહવે કહેવામાં આવતાં ત્રણ સ્થાન હિત, શુભ, ક્ષમા, કલ્યાણ તથા ભવપરંપરાનુબધી સુખને માટે થાય છે. તે સ્થાન આ પ્રકારનાં છે–તેને ઇન્દ્રિય તથા મનની અપેક્ષા ન રાખતા રૂપી દ્રવ્યમાત્રને જાણવાવાળું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા મનુખેલકમાં રહેતા સંક્ષિપચેન્દ્રિય ના મને ગત ભાવોને બંધ કરવાવાળું મન પૂર્વે જ્ઞાન ઉત્પન્ન થાય છે ૨, અથવા તેને પૂર્વકાલમાં કદી ન થયેલું એવું યથાવસ્થિત સમસ્ત -ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ભાના સ્વભાવને પ્રકાશન કરવાવાળું વસ્ત્રજ્ઞાન થાય છે. ૩. આ પ્રકારે આ બારમી એકરાત્રિની ભિક્ષુપ્રતિમાનું સૂત્રોક્ત વિધિથી ક૯૫-આચાર તથા જ્ઞાનાદિમાર્ગ અનુસાર યથાર્થરૂપે સમભાવપૂર્વક કાર્યથી સ્પર્શન, પાલન, શોધન, પૂરણ કીર્તન અને આરાધના કરવાવાળા ભગવાનની આજ્ઞાના આરાધક હોય છે. (સૂ) ૨૯ ).
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર