Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આઠમી ઉપાસકપ્રતિમાનું નિરૂપણ કરે છે.–“મહાવરા મા’ ઈત્યાદિ.
આઠમી પ્રતિમાનું હવે પ્રરૂપણ કરે છે. આ પ્રતિમાને ધારણ કરવાવાળાની સર્વધર્મવિષયક રૂચિ હોય છે તે રાત્રિ અને દિવસ બેઉમાં બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે. સચિત્ત આહારને પરિત્યાગ કરી દે છે. તે સ્વયં (પતેજ) આરંભ-કૃષિ વાણિજ્ય આદિ સાવઘવ્યાપારનો પરિત્યાગ કરે છે પરંતુ બીજા-ભૂત્ય નેકર આદિથી આરંભ કરાવવાનો પરિત્યાગ કરતા નથી. ઉપાસકની આઠમી પ્રતિમામાં પોતે કરેલા આરંભને જ ત્યાગ થાય છે. પ્રેગ્યારંભનો=અર્થાત્ બીજા પાસે આરંભ કરાવવાને ત્યાગ કરાતું નથી.
પ્રેગ્યારંભમાં એ વિશેષતા જાણવી જોઈએ:
પ્રધ્યારંભ એવા પ્રકારનો હવે જોઈએ કે જેમાં આત્માનું તીવ્ર પરિણામ ન હોય. તે પણ જીવનનિર્વાહને બીજો ઉપાય ન હોવાના કારણે મન્દ મન્દતર પરિણામથી અપ્રત્યાખ્યાત છે. તેમાં પણ પિતાને માટે કે બીજાને માટે આરંભમાં પ્રવૃત્ત થએલા પ્રેગને પ્રેરણા કરે પરંતુ પિતાને માટે નો આરંભ ન કરાવે.
અહીં શંકા થાય છે કે-પતે આરંભમાત્રથી નિવૃત્ત હોવાથી શું લાભ? કેમકે જે દોષ પિતે આરંભ કરવાથી થાય છે તેજ દેષ પ્રેગ-બૃત્ય દાસ આદિની દ્વારા કરાવવાથી પણ થશે.
ઉત્તરમાં કહેવામાં આવે છે કે જે સર્વદા સંપૂર્ણ રૂપે નિર્દય કઠોર, તીવ્રરૂપ પરિણામની ધારા પિતાથી કરવામાં આવનાર આરંભમાં થાય છે તેવી પ્રખ્યારંભમાં થતી નથી, જેમકે-ઘણા વેગથી દેડવાવાળો પુરુષ કે પત્થર આદિની ઠોકર ખાઈને પડતાં મન્દ ગતિથી પ્રવૃત્તિ કરે છે તેવી જ રીતે આત્મપરિણામ પણ શ્રેષ્યને સંબંધ હોવાથી મન્દ થઈ જાય છે. અને વિચાર કરવા લાગે છે કે- “અહો! આ જીવનને નિર્વાહ આરંભમય છે. અને આરંભ દુર્ગતિનો હેતુ હોવાથી સર્વથા હેય= ત્યાજ્ય છે. ત્યારે હું જીવનનિર્વાહ કેવી રીતે કરૂં?” એમ વિચાર કરીને બૃત્ય ને પ્રેરણા કરતી વખતે જ પિતાનાં આમપરિણામ શિથિલ થઈ જાય છે.
કોઈ કહે છે કે – પિતે એક હોવાથી અને વિવેકપૂર્વક કાર્ય કરવાવાળો હોવાથી સ્વયંકૃત આરંભ અ૯પ છે અને એથદ્વારા કરાવેલ મહા આરંભ છે. કેમકે પ્રખ્ય પિતાનાથી જુદે હોવાના કારણે સમસ્ત સંસારના બધા પ્રેવેનું ગ્રહણ થઈ થઈ જાય છે. અને તેઓ વિવેકપૂર્વક કાર્ય પણ કરી શકતા નથી. જે એમ કહે છે તે ઠીક નથી. કેમકે–તેમાં આરંભના પ્રતિ કર્તાને વ્યાપાર સાક્ષાત્ કારણ હોવાથી તીવ્રતર પરિણામ થાય છે તેથી કારિત આદિની અપેક્ષાએ સ્વયંકૃત આરંભજ મહા આરંભ છે. કારિત આદિ આરંભ તેનાથી વધારે તીવ્ર હોતા નથી.
સ્વયંકૃત આરંભ મહારંભ હોવાના કારણેજ ત્રિવિધ કારણોમાં ભગવાને તેને પ્રથમ કહ્યાં છે અને તેના ફલને ઉપભોગ પણ કારિત આદિની અપેક્ષાએ અત્યન્ત કટુ છે. જેમકે તંડુલમસ્ય સ્વયંકરણરૂપ તીવ્ર પરિણામ માત્રથી જ સપ્તમનરકગામી
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૬૫