Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે આથી સર્વથી પ્રથમ તેનું જ પ્રત્યાખ્યાન કરવું ઉચિત છે. એ આશયથી ભગવાને સામાયિક પ્રતિજ્ઞામાં આ પ્રકારે કહ્યું છે – “શનિ મંત્તે તામારુ ઈત્યાદિ. અહીં સ્વયંકૃત સાવદ્ય વેગનું પ્રથમ પ્રત્યાખ્યાન કરવા માટે પહેલા ન રોમ” એમજ કહ્યું છે. કિન્તુ ન વ ન' એમ કહ્યું નથી તેથી ભગવાને આ સૂત્રમાં આઠમી પ્રતિમાનું નિરૂપણ કરતી વખતે “ગામે રે furTE મરુ એ વચનથી સ્વયંકૃત આરંભનું જ પ્રત્યાખ્યાન કહ્યું છે કિન્તુ પ્રેગ્ગારંભનું નથી કહ્યું. આ કારણથી તેથી વિરૂદ્ધ પ્રરૂપણ કરવાથી ઉસૂત્રપ્રરૂપણાને દેષ લાગશે અને તેથી અનન્ત સંસારની પ્રાપ્તિ થશે.
તે ઉપાસક એમ કરતાં કરતાં જઘન્ય એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે ) આઠ માસ સુધી રહે છે. આ આઠમી પ્રતિમા આઠ મહીનાની થાય છે. ૮ (સૂ. ૨૫)
હવે નવમી પ્રતિમાનું નિરૂપણ કરે છે–“હાવરા નવમી’ ઈત્યાદિ.
આઠમી પ્રતિમાની પછી નવમી પ્રતિમાનું નિરૂપણ કરે છે–એ સર્વ ધર્મમાં રૂચિવાલા હોય છે, રાત્રિ તથા દિવસમાં બ્રહ્મચર્ય પાળે છે. સચિત્તાહારનું પ્રત્યાખ્યાન કરે છે. કૃષિ-વાણિજ્ય આદિ આરંભને પરિત્યાગ કરે છે. ભૂત્ય આદિ અન્ય દ્વારા આરંભ કરાવવાને પરિત્યાગ કરે છે. પરન્તુ તે ઉદિષ્ટભકતeતેના માટે બનાવાયેલા આહાર આદિને પરિત્યાગ કરતા નથી. તે આવી રીતે જઘન્ય એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિના સુધી વિચરે છે. આ નવમી પ્રતિમા નવ મહિનાની થાય છે. ૯ (સૂ. ૨૬)
હવે દશમી પ્રતિમાનું વર્ણન કરે છે–પ્રહાવા સમા” ઈત્યાદિ.
નવમી પ્રતિમાનું નિરૂપણ કર્યા પછી હવે દશમી પ્રતિમાનું નિરૂપણ કરે છેઆ સર્વ ધર્મમાં રૂચિ રાખે છે. યાવત્ તેને ઉદિષ્ટભકત અર્થાત ઉકત પ્રતિભાવાળાને માટે બનાવાયેલા આહારનો પણ પરિત્યાગ હોય છે. સુર (અસ્ત્રાથી) મુંડિત થાય છે અથવા કેશ રાખે છે. આ દશમી પ્રતિમાપારીને કેઈના દ્વારા એક વાર અથવા અનેકવાર પુછવામાં આવતાં બે ભાષા બોલવી કલ્પ છે, અર્થાત કેઈના પુછવાથી તે જાણતો હોય તે “હું જાણું છું” એમ કહે અગર ન જાણતો હોય તે “હું નથી જાણતે ” એમ કહે. આ ઉપાસક આવી રીતથી વિચરતાં જઘન્ય એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસ સુધી અને ઉત્કૃષ્ટ દશ માસ સુધી તેનું આરાધન કરે આ દશમી પ્રતિમા દશ મહિનાની થાય છે. ૧૦ (સૂ૦ ૨૭)
હવે અગીયારમી પ્રતિમાનું નિરૂપણ કરે છે– “બાહવાસમ” ઈત્યાદિ. દશમી પ્રતિમાનું નિરૂપણ કર્યા પછી અગીયારમી પ્રતિમાનું નિરૂપણ કરવામાં
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર